બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Now Amitabh Bachchan's reaction on the dispute of Maldives vs Lakshadweep, Big B said do not harm our self-reliance

મનોરંજન / 'હું લક્ષદ્વીપ ગયો છું, અમારી આત્મનિર્ભરતા પર...', માલદીવ વિવાદ વચ્ચે બિગ બીની પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 03:22 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવના નેતાઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારથી માલદીવ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનમાં હવે અમિતાભ બચ્ચન પણ જોડાયા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી
  • વિવાદ બાદ સોશિયલ મીડિયા પર માલદીવ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે.
  • આ અભિયાનમાં અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોડાયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ભારતના અદ્ભુત ભાગથી અભિભૂત થયા બાદ તેમણે દેશવાસીઓને ત્યાંની મુલાકાત લેવાની અપીલ કરી હતી. જોકે, માલદીવના કેટલાક રાજકીય નેતાઓએ એમની મજાક ઉડાવી હતી અને વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ કારણે સોશિયલ મીડિયા પર માલદીવ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનમાં હવે અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા છે.

સેહવાગની પોસ્ટ પર અમિતાભે પ્રતિક્રિયા આપી હતી 
અમિતાભે સોશિયલ મીડિયા પર લોકોને ભારતીય ટાપુઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા. બૉલીવુડના શહેનશાહે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. સેહવાગે લક્ષદ્વીપની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી અને તેની સુંદરતાના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, પૂર્વ ક્રિકેટરે માલદીવના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને વડાપ્રધાન પર કરેલા કટાક્ષને દેશવાસીઓનું ધ્યાન અજ્ઞાત જગ્યાઓ તરફ ખેંચવાની એક મોટી તક ગણાવી હતી.

વધુ વાંચો: સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાંથી નકલી આધાર કાર્ડ સાથે બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ, અગાઉ મળી ચૂકી છે ધમકી

અમિતાભ બચ્ચને કહી આ વાત 
સેહવાગની પોસ્ટનો જવાબ આપતા બિગ બીએ કહ્યું, "વીરુ પાજી.. આ ખૂબ જ પ્રાસંગિક અને આપણી ભૂમિ માટે સાચું છે.. આપણી પાસે સૌથી શ્રેષ્ઠ ટાપુ છે.. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને આ ખૂબ જ સુંદર જગ્યાઓ છે...અદભૂત દરિયાકિનારા અને પાણીની અંદરનો અનુભવ એકદમ અવિશ્વસનીય છે. આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતા પર કોઈ આંચ ન આવી જોઈએ, જય હિંદ.”

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ