ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / Who will settle the dispute between Rupala and Kshatriya society

મહામંથન / રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ પૂરો કોણ કરાવશે, કોંગ્રેસનું બળતામાં ઘી હોમવાનું કામ?

Published By: Dinesh Chaudhary

Last Updated: 09:00 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિયોનો આક્રોશ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેનાથી ઓછું કંઈ જોઈતું નથી. આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ પણ દાખલ થયા જે મહદઅંશે બિનજરૂરી છે

ADVERTISEMENT

દરેક વાદ કે વિવાદનો એક છેડો ચોક્કસ આવે છે, શક્ય છે કે તેમા વહેલું મોડું થઈ શકે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના વિવાદનો છેડો હજુ આવ્યો નથી. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિયોનો આક્રોશ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેનાથી ઓછું કંઈ જોઈતું નથી. આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ પણ દાખલ થયા જે મહદઅંશે બિનજરૂરી છે. ભાજપે આરોપ મુક્યો કે ક્ષત્રિય સમાજના સંમેલનો તેના આક્રોશ કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે વર્ગવિગ્રહ કરાવે છે, સામે પક્ષે કોંગ્રેસે પ્રત્યારોપ કર્યો કે વર્ગવિગ્રહ કરાવવો ભાજપની જૂની આદત છે અને કોઈ સમાજે તેના ષડયંત્રમાં ફસાવું ન જોઈએ. રાજકીય પક્ષો તેની રાજરમત ભલે રમ્યા કરે પરંતુ હવે અત્યંત જરૂરી છે કે વ્યક્તિગત વિરોધનો પણ એક છેડો આવે. વ્યક્તિગત વિરોધની દૂરગામી અસર ક્યાંક એવી ન થાય કે જેમાં વ્યક્તિનો વિરોધ કરતા કરતા બે સમાજ એકબીજાનો વિરોધ કરવા લાગે અને જો આવુ થાય તો તે રાજ્ય કે દેશના હિતમાં બિલકુલ નથી. છેલ્લા ઘણાં સમયથી જે સવાલ ચર્ચાય છે. તેનો એકવાર ફરી જવાબ મેળવવા પ્રયાસ કરીશું કે આક્રોશના આરોપ-પ્રત્યારોપમાં આ વિવાદ આખરે પૂરો ક્યારે થશે અને કોણ એ ભૂમિકા ભજવશે.

રૂપાલાનો વિરોધ યથાવત
પરશોતમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રાજપૂત સમાજની રૂપાલા સામે નારાજગી યથાવત જોવા મળી રહી છે. નારાજગીમાં રાજકારણ ભળ્યું છે. ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ તેમજ ક્ષત્રિય સમાજ અંગે ભાજપ-કોંગ્રેસના આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમી રહ્યો નથી. સવાલ એ છે કે વિવાદનો અંત કેવી રીતે આવશે? વિવાદ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવશે? આરોપ-પ્રત્યારોપની જગ્યાએ વિવાદ પૂરો કરવા અંગે વાત કેમ નહીં?

ભાજપનો આરોપ
કોંગ્રેસ ચૂંટણી પહેલા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વર્ગવિગ્રહ કરાવે છે. ક્ષત્રિય સમાજના રોષ પાછળ કોંગ્રેસના જ લોકો હશે તેમજ દેશના લોકોના મનમાં માત્ર મોદીજીનું જ નામ છે. લોકો મોદીજીને જ મત આપવા માગે છે. કોંગ્રેસ પાસે મુદ્દો નથી એટલે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે

કોંગ્રેસનો પ્રત્યારોપ
કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપનું નિવેદન શરમજનક છે. પરશોતમ રૂપાલાની ટિપ્પણી ક્ષત્રિય સમાજના રોષ પાછળ જવાબદારસ છે. કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે. ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પડાવીને રાજકારણ રમે છે. પરશોતમ રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ક્ષત્રિય અને પાટીદાર સામ-સામે આવે એવો ભાજપનો પ્રયાસ. 

ધંધુકામાં શું કાર્યક્રમ હતો?
ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ હતી. રાજ્યભરમાંથી ક્ષત્રિય આગેવાનો સંમેલનમાં જોડાયા હતા. અનેક ક્ષત્રિયાણીઓ પણ સંમેલનમાં જોડાઈ હતી. ક્ષત્રિયાણીઓ પણ ટિકિટ રદ કરવાની માગ ઉપર અડગ છે. 

વાંચવા જેવું:  30 હજારની નોકરી કરનાર બન્યો અબજોપતિ, ટેન્ટ નાખીને શરૂ કર્યો હતો બિઝનેસ, સફળતાની કહાની રોચક

આક્રોશ હજુ યથાવત
સુરત
રૂપાલાનો કાફલો પસાર થવાનો હતો ત્યાં કાળા વાવટા-બેનર સાથે વિરોધ

જામનગર
જિલ્લા ભાજપ મહામંત્રીએ રૂપાલા અને PMને પત્ર લખ્યો
રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી

લુણાવાડા
રૂપાલાની વિરુદ્ધમાં સંમેલન યોજાયું
600 જેટલા લોકોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા

ગાંધીનગર
અંબોડ ગામમાં પરશોતમ રૂપાલાનું પૂતળાદહન

ખેડા
ગળતેશ્વરના સાંગોલ ગામે રૂપાલાની પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા

બનાસકાંઠા
પાલનપુરના ફતેપુર ગામમાં વિરોધ
રૂપાલાની ટિકિટ રદ કરવા માગ

સાબરકાંઠા
ખેડબ્રહ્માના રાધીવાડ ગામમાં વિરોધ
ભાજપના કોઈપણ નેતાએ ન પ્રવેશવાના બેનર લાગ્યા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Vtv Exclusive elections 2024 lok sabha elections 2024 મહામંથન લોકસભા ચૂંટણી 2024 Mahamanthan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ