બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Who will get Atiq Ahmed Property after his death?

Atiq Ahmed Property / અતીક અહેમદની પ્રોપર્ટીનો આંકડો ચોંકાવનારો, કોનો છે તેના પર હક્ક અને કોણ છે કરોડોના દાવેદાર?

Vaidehi

Last Updated: 05:01 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmed Property : અતીક અહમદ અને તેનો પુત્ર અસદ બંનેની હત્યા થઈ ગઈ છે. જ્યારે અતીકની પત્ની શાઈસ્તા ફરાર છે અને અતીકનાં 2 સગીર સંતાનો બાળસુધાર કેન્દ્રમાં છે ત્યારે હવે અતીકની કરોડોની સંપત્તિ કોને મળશે?

 

  • અતીક અહમદ અને ભાઈ અશરફનું મોત
  • પત્ની શાઈસ્તા ફરાર, 2 સગીર સંતાનો બાળસુધાર કેન્દ્રમાં
  • 1200 કરોડની અતીકની સંપત્તિનો દાવેદાર કોણ?

પૂર્વ સાંસદ અને માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની શનિવારે રાત્રે પોલીસની હાજરીમાં જ હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર હત્યાકાંડ મીડિયાનાં કેમેરામાં કેદ થયો છે. અતીક પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડીને ગયો છે ત્યારે હવે સવાલ એ છે કે આ સંપત્તિ મળશે કોને?

પ્રયાગરાજનાં પૉશ વિસ્તારોમાં પણ અનેક સંપત્તિઓ

મીડિયા રિપોર્ટસ્ અનુસાર અતીકની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયાની આસપાસની છે. જેમાં અનેક ગેરકાયદેસર સંપત્તિઓ સમાવિષ્ટ છે. EDએ અતીકનાં દીકરા અસદ અને શૂટર ગુલામનાં એન્કાઉન્ટરથી પહેલા અતીક અને તેના નજીકીઓને ત્યાં રેડ પાડી હતી. EDને ત્યારે 15 ઠેકાણાઓથી 100થી વધારે ગેરકાયદેસર અને બેનામી કાગળો મળી આવ્યાં હતાં.  આ દરમિયાન એવો પણ ખુલાસો થયો હતો કે તેણે લખનઉ અને પ્રયાગરાજનાં પૉશ વિસ્તારોમાં પણ અનેક સંપત્તિઓ ખરીદી છે. 

અતીકની સંપત્તિનો દાવેદાર કોણ?
અતીક અહમદ અને તેનો પુત્ર અસદ બંનેની હત્યા થઈ ગઈ છે. જ્યારે અતીકની પત્ની શાઈસ્તા ફરાર છે અને અતીકનાં 2 સગીર સંતાનો બાળસુધાર કેન્દ્રમાં છે. અતીકનાં મોત બાદ હવે મોટો પ્રશ્ન એ જ છે કે શું અતીકની પત્ની અને બંને પુત્રોને અતીકની કાળી કમાણીની માહિતી છે? શું તેઓ આ સંપત્તિનાં દાવેદાર બની શકશે?

1200 કરોડની ગેરકાયદેસર સંપત્તિ
મીડિયાની એક રિપોર્ટ અનુસાર UP પોલીસ અને પ્રશાસને જ્યારથી ગેંગસ્ટર એક્ટની અંતર્ગત માફિયા અતીકની સંપત્તિઓનાં વિશે તપાસ કરી છે ત્યારે જે આંકડો સામે આવ્યો તે ચોંકાવનારો હતો. ઈડી અનુસાર અતીકે જે સંપત્તિ ખરીદી તે સર્કિલ રેટથી ઘણાં ઓછા ભાવે પોતાના નામે કરી છે. એટલું જ નહીં જે રકમ તેણે ઓન પેપર દર્શાવી છે તેની ચૂકવણી પણ નથી કરી. માહિતી અનુસાર અતીકે શેલ કંપનીઓની મદદથી પોતાની કાળી કમાણીને સફેદ કરી છે. જેમાં તેની મદદ પ્રયાગરાજનાં મોટા બિલ્ડર સંજીવ અગ્રવાલ અને વેપારી દીપક ભાર્ગવે કરી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ