બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / who will be minister in narendra modi government

સરકાર / મોદી મંત્રીમંડળમાં અમિત શાહ-સ્મૃતિ સહિત આ 9 નામ સૌથી આગળ

vtvAdmin

Last Updated: 12:59 PM, 30 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં કોણ-કોણ સામેલ થશે, કોને કઇ જવાબદારી સોંપાશે તેને લઇને રાજનીતિક અટકળો તેજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સંભાવિત મંત્રીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. મંત્રીઓના નામને લઇને બે દિવસથી પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મેરાથોન બેઠક થઇ છે.

આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક આચાર સંહિતાનું પાલન કરે છે. જેમા મંત્રી પરિષદમાં 75 વર્ષતી વધારે ઉંમરના નેતા હોતા નથી. કદાચ આ કારણ જ છે કે મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હા જેવા કદાવર નેતાઓ 2014માં તેમના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. જોકે, હજુ સુધી પાર્ટી કે પાર્ટીના કોઇ નેતા દ્વારા આ મામલે પુષ્ટી કરવામાં આવી નથી કે મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે. જોકે અહીં આપેલા  નવ નામ એવા છે જેનો કેબિનેટમાં સમાવેશ થઇ શકે છે.

1) અમિત શાહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, લાંબા સમયથી મોદીના વિશ્વાસું. મોદી 2.0 કેમ્પેનના સૂત્રધાર

2) રાજનાથ સિંહ
કેન્દ્રીય ગૃહ મંત્રી, વર્તમાન સરકારમાં નંબર-2, પૂર્વ બીજેપી અધ્યક્ષ

3) નીતિન ગડકરી
રસ્તા પરિવહન મંત્રી, વર્તમાન સરકારમાં સૌથી સારુ કાર્ય કરનાર, પૂર્વ બીજેપી અધ્યક્ષ

4) પીયૂષ ગોયલ 
રેલ મંત્રી, જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રી

5) નિર્મલા સીતારમણ
પહેલી મહિલા રક્ષા મંત્રી, રફાલ ડીલમાં મજબૂત બચાવ કરનાર

6) સુરેષ પ્રભૂ
નાગરીક ઉડ્ડયન મંત્રી, રેલ મંત્રાલય પણ સંભાળ્યું

7) સ્મૃતિ ઇરાની
રાહુલ ગાંધીને હરાવાતી કદમાં વધારો, મોટા મંત્રાલયની આશા

8) રવિશંકર પ્રસાદ
કાનૂન મંત્રી, શત્રુઘ્ન સિન્હાને હરાવ્ચા હતા

9) વી.કે. સિંહ
વિદેશ રાજ્ય મંત્રી, પૂર્વ સેના પ્રમુખ

આપને જણાવીએ કે, આજે સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની શપથ લેશે. મોદીની બીજી ઇનિંગમાં પીએમઓમાં પણ ફેરબદલ જોવા મળશે. રાયસીના હિલમાં ત્રણ ટોચના પદો પર બેઠેલા અધિકારીઓની ભૂમિકાને લઇને પણ અટકળો તેજ બની છે. આ અધિકારીઓ છે- પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ  અને પ્રધાન સચિવ પી.કે.મિશ્રા. પીએમઓમાં એમનું વિશેષ મહત્વ છે.  અહીં સવાલ એ છે કે શું આવનારા પાંચ વર્ષ માટે પીએમઓમાં નવા અવતારમાં શું તે બની રહેશે. વડાપ્રધાનના કાર્યકાળ સાથે આ ત્રણ અધિકારીઓનો પણ કાર્યકાળ સમાપ્ત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ