બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Who to tell what to do? The car number has not been found for 5 years

સાબરકાંઠા / કોને કહેવું શું કરવું? 5 વર્ષથી નથી મળ્યો કારનો નંબર, ભાઈનું કોકળું એવું ગૂંચાવ્યું કે ગાંધીનગરથી લઈ વડોદરા સુધીનું કનેક્શન ખૂલ્યું

Vishal Khamar

Last Updated: 12:01 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાનાં ઈડરનાં કુવાવ ગામે રહેતા એક શખ્શ દ્વારા પાંચ વર્ષ પહેલા કાર લીધી હતી. ત્યારે પાંચ વર્ષ વીતવા છતાં હજુ સુધી તે વ્યક્તિને ગાડીનો નંબર ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ એ જ નંબરની કાર ગાંધીનગરમાં ફરતી જોવા મળતા કાર માલિક વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે.

  • કાર ખરીદનારને ખાનગી બેંક દ્વારા કાર નંબર પણ આપવામાં આવ્યો
  • આરટીઓમાં કારનાં માલિક તેમજ સ્થળનું રજીસ્ટ્રેશન ગાંધીનગરનું બહાર આવ્યું
  • હાલમાં ગાંધીનગરમાં પણ એ જ નંબરની ગાડી જોવા મળે છે

 સામાન્ય રીતે આજની તારીખે કોઈપણ વાહનના નંબર ઉપરથી તેના મૂળ માલિક સુધી પહોંચાતું હોય છે. જોકે સાબરકાંઠાના ઈડરના કુવાવા ગામના વતની ને છેલ્લા પાંચ વર્ષથી પોતાનું વાહનનો નંબર મળી શક્યો નથી. પાંચ વર્ષ પહેલા મેળવી પોતાની કારનો નંબર બેન્ક દ્વારા મળ્યો હતો. જોકે હાલમાં એ જ નંબર ગાંધીનગરમાં જોવા મળે છે જો કે બીજી તરફ વાહનની ચેચીસ નંબર અને એન્જિન નંબર નો માલિક વડોદરા ખાતેનો હોવાનું ખુલતા પાંચ વર્ષથી વાહન ચાલક પરેશાની ભોગવી રહ્યો છે.

આ મામલે તંત્ર સહિત પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી પણ કાર્યવાહિ થઈ નથી

સાબરકાંઠાના ઈડરના કુવાવા ગામના નરેન્દ્ર ગઢવીએ પાંચ વર્ષ અગાઉ 2019 માં નિશાન કંપનીની કાર ખરીદી હતી તેમજ તેના માટે ખાનગી બેંકમાંથી લોન કરી હતી જોકે લોન કર્યા બાદ હિંમતનગર ખાતેથી કાર મેળવી હતી તેમજ ખાનગી બેંક દ્વારા કાર નંબર પણ આપવામાં આવ્યો હતો. ત્યારે વાહન ચાલકે આ મામલે ગાડી પોતાના નામે કરવા માટે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરતા તેના પગ તરીકે જમીન ખસી ગઈ હતી જેમાં નરેન્દ્ર ગઢવીએ વાહન વ્યવહાર વિભાગ ની ઓફિસમાં જાણ કરાતા પોતાની ગાડીના માલિકનું નામ ગાંધીનગરમાં હોવાનું ખુલી હતું તેમ જ ચેચીસ નંબર અને એન્જિન નંબર મામલે તપાસ કરાતા આ નંબરની ગાડી વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું જોકે એક તરફ બેંક દ્વારા આ મામલે નિયમિત હપ્તો ભરતા હોવા છતાં પાંચ વર્ષથી પરેશાની ભોગવી રહ્યા છે તેમજ આ મામલે તંત્ર સહિત પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી હોવા છતાં આજ દિન સુધી ચોક્કસ તપાસ થઈ શકી નથી તેમ જ પરિવારજનો પણ આ મામલે ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

પાંચ વર્ષથી પરિવાર સતત મુશ્કેલી ભોગવી રહ્યો છે

જોકે પોતાના પરિવારમાં ગાડી અને મકાન હોય તેવું દરેક પરિવાર ઈચ્છતો હોય છે ત્યારે પાંચ વર્ષ અગાઉ નરેન્દ્ર ગઢવી ના ઘરે પણ ગાડી મેળવવાનો આનંદ વ્યક્ત કરાયો હતો પરંતુ પાંચ વર્ષ અગાઉ જાણે કે દુઃખ ખરીદીને લાવ્યા હોય તેવો માહોલ સર્જાયો છે આજે પાંચ વર્ષ બાદ પોતાનું વાહન પોતાના નામે થઈ શકતું નથી તેમ જ બેંક દ્વારા આ મામલે યોગ્ય નિકાલ ન કરાય હોવાના પગલે હાલમાં ત્રણ લાખ ૯૦ હજારની લોન ના ભરણ સામે પાંચ લાખથી વધારે ની રકમ ભરાયા બાદ પણ હજુ ચાર લાખથી વધારેનું બાકી લેણું નીકળે છે સાથોસાથ પાંચ વર્ષથી સતત પરેશાની ભોગવી રહેલા પરિવાર માટે હવે સ્થિતિ કપરી બની રહે છે તેમજ તંત્ર પાસે પરિવાર ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે.

પોલીસ ફરિયાદ સહિત કોર્ટમાં રજૂઆત કરાઈ હોવા છતાં પરિસ્થિતિ જેસી

જોકે એક જ નંબરની બે કાર હોવાના પગલે પીડિત પરિવાર માટે હવે એક તરફ બેંકનું દેવું વધતું જાય છે તો બીજી તરફ પાંચ વર્ષ જેટલો સમય વીતે હોવા છતાં આજદિન સુધી પોતાનું વાહન પોતાના નામે ન થતા પરિવાર પણ મૂંઝાઈ રહ્યો છે આમાવલી પોલીસ ફરિયાદ સહિત કોર્ટમાં રજૂઆત કરાઈ હોવા છતાં પરિસ્થિતિ જેસી થઈ છે જોકે પોતાનું વાહન હિંમતનગરમાંથી ખરીદી કરાયા બાદ હાલના તબક્કે હિંમતનગરની એજન્સી બંધ થઈ ચૂકી છે તો બીજી તરફ પોતાના પાસે રહેલા વાહન નો નંબર અને નામ ગાંધીનગરમાં જોવા મળે છે ત્યારે એક જ નંબરની બે ગાડી હોય તે પરિવાર માટે પણ ભારે સમસ્યાનું બાબત બની રહી છે જો કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા ઠોસ પગલાં ન લેવાય તો વાહન ચાલક દ્વારા આગામી સમયમાં ગંભીર પગલા લેવાયાનું સૂચવાયું છે.

એક તરફ ડિજિટલ ઇન્ડિયા ની વાતો વચ્ચે આજે પણ એવા બનાવ સામે આવે છે જે માની ના શકાય હાલના તબક્કે એક જ નંબરની બે ગાડી એક જ રાજ્યમાં ખુલ્લેઆમ ફરતી હોય તેવો બનાવ ભાગ્યે જ જોવા મળે છે ત્યારે સાબરકાંઠાના ઈડરના નરેન્દ્ર ગઢવી સહિત ગાંધીનગરમાં પણ આ જ નંબરની ગાડી ખુલે આમ ફરતી હોવાનું ખુલ્યું છે જો ત્યાં મામલે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તો આગામી સમયમાં પાંચ વર્ષથી પીડિત પરિવારને સાચો ન્યાય મળે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ