બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Who made Butter Chicken and Dal Makhni first The matter reached the High Court

ભારે કરી! / બટર ચિકન અને દાળ મખનીને લઈને ભારે બબાલ! કોણે કર્યો આવિષ્કાર? હવે કેસ હાઇકોર્ટમાં

Kishor

Last Updated: 05:35 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બટર ચિકન અને દાલ મખનીને સૌથી પહેલા કોણે બનાવી? મામલે મોતી મહેલે દરિયાગંજના રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો છે. જાણો સમગ્ર મામલો આ આહેવાલમાં!

  • બટર ચિકન અને દાલ મખનીને સૌથી પહેલા કોણે બનાવી?
  • દિલ્લી હાઈકોર્ટમાં રાજધાનીના બે રેસ્ટોરાંએ દાવો રજુ કર્યો

બટર ચિકન અને દાલ મખનીને સૌથી પહેલા કોણે બનાવી? હવે આ સવાલ તો એકદમ નાનકડો છે પણ હવે આ એક નાનકડા સવાલને લઈને કાનુની જંગ છેડાયો છે. દિલ્લી હાઈકોર્ટમાં રાજધાનીના બે રેસ્ટોરાંએ આ ભારતીય વાનગીઓના આવિષ્કાર પર પોત પોતાનો દાવો રજુ કર્યો છે. ટેગલાઈનનો ઉપયોગ કરવાને લઈને તેના પર ઝઘડો થયો હતો. મોતી મહેલે દરિયાગંજના રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો છે. તેને આરોપ લગાવ્યો છે કે દરિયાગંજ રેસ્ટોરન્ટ તેની સાથે સાંઠગાંઠ કરીને તને ખોટા રસ્તે દોરી રહી છે.

Delhi High Court | VTV Gujarati

મોતી મહેલે દરિયાગંજના રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો

બાર અને બેન્ચ અનુસાર કેસમાં તર્ક આપવામાં આવ્યું છે કે દરિયાગંજ રેસ્ટોરન્ટ મોતી મહેલ સાથે ખોટી રીતે પોતાના એસોસિએશનને દેખાડી રહી છે. મોદી મહેલની પહેલી શાખા દરિયાગંજમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે હવે આ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સંજીવ નરૂલાએ દરિયાગંજ રેસ્ટોરન્ટના માલિકને એક મહિનાની અંદર લેખિતમાં જવાબ આપવાનું કહ્યું છે. બંને રેસ્ટોરન્ટ વર્ષોથી દાવો કરી રહી છે દાલ મખની અને બટર ચિકનની શોધ તેમને કરી હતી.

... ત્યાંથી કારણે બટર ચિકનનો જન્મ થયો

મોતી મહેલે પોતાના ક્રિએશનનો શ્રેય પોતાના સંસ્થાપક કુંદલ લાલ ગુજરાલને આપ્યો છે. તેમની દલીલ છે કે ગુજરાલ પાસે વાનગીઓમાં પ્રયોગ કરવાની અનોખી પ્રતિભા હતી. આ કારણે આ ડિશ વૈશ્વિક સ્તરે ભારતીય ભોજનનો પર્યાય બની ગઈ છે. મોતી મહેલ દાવો કરે છે કે તેના ન વેચાયેલા તંદુરી ચિકન સુકાઈ જવાના કારણે તેઓ ચિંતામાં હતા. તેઓ ચિકનને ફરી હાઈડ્રેટ કરવા માટે તેઓ એક સોસ લઈને આવ્યા હતા.. જેના કારણે બટર ચિકનનો જન્મ થયો હતો.

વધુ વાંચો: 'સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજથી બચીને રહો', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેન્દ્ર સરકારે એડ્વાઇઝરી કરી જાહેર

દરિયાગંજ રેસ્ટોરન્ટે શું કહ્યું 
બીજી તરફ દરિયાગંજ રેસ્ટોરન્ટનો દાવો છે કે કુંદલ લાલ આ ડિશને લાવ્યા હતા. તેમને મોતી મહેલના કેસને નિરાધાર બતાવ્યો છે. કોર્ટમાં દરિયારંજનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે તર્ક આપ્યો હતો કે મુળ મોતી મહેલ બંને પક્ષોના પુરોગામી એટલે કે મોતી મહેલના ગુજરાલ અને દરિયાગંજના જગ્ગી વચ્ચે પાકિસ્તાનના પેશાવરમાં તેનું સંયુક્ત સાહસ હતું.કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 29 મે ના હાથ ધરશે. ત્યાં સુધીમાં હવે સવાલ એ છે કે બટર ચિકન અને દાલ મખનીની શોધ કોણે કરી છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ