બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / While the power of Cyclone Taukat is still not forgotten in Gujarat, Biparjoy has again created fear among the people

સાવધાન / વાવાઝોડું આવશે પણ ચોમાસું મોડું પડશે: ગુજરાત માટે એક સાથે બે-બે માઠા સમાચાર, તંત્ર હાઈઍલર્ટ પર

Malay

Last Updated: 03:52 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thunderstorm and rain forecast: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાત હજુ ભુલાઈ નથી ત્યારે બિપરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે, તો વધુ એક માઠા સમાચાર એ છે કે વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. જેના કારણે ચોમાસું મોડું પડશે.

 

  • ગુજરાત વાસીઓ માટે માઠા સમાચાર
  • ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ
  • રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
  • વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી માત્ર 110 કિલોમીટર દૂર છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

ગુજરાતમાં આવશે ભારે વરસાદ
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાત હજુ ભુલાઈ નથી ત્યારે બિપરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ગુજરાતના દરિયાકાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં લો પ્રેશર સિસ્ટમને કારણે વાવાઝોડાના સંજોગો સર્જાયા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ  ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરને કાંઠે બે નંબરનું સિગ્નલ ફરકાવી દેવાયું છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડું 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. જેના કારણે ચોમાસું મોડું પડશે.

કેરળના કાંઠે ચોમાસાની વિપરિત અસર થઈ
આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાને કારણે જ કેરળના કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ છે. ગ્લોબલ વોર્મિંગ વાવાઝોડાને આક્રમક બનાવે છે. સાયન્સ જર્નલ ‘ક્લાઈમેટ ડાયનેમિક્સ’માં પ્રગટ અભ્યાસ મુજબ છેલ્લાં 20 વર્ષમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ 52 ટકા વધુ નોંધાયું છે. જેની ઝડપ કલાકના 118થી 165 કિલોમીટર વચ્ચે હોય એવા સિવિયર સાઈકલોનિક સ્ટોર્મની સંખ્યા 150 ટકા વધી છે.

આગામી 24 કલાક 'ભારે': સતત દિશા બદલી રહ્યું છે વાવાઝોડું, ગુજરાતના આ વિસ્તાર  પર સૌથી વધારે ખતરો | Important news regarding possible threat of cyclone  over Gujarat

ચોમાસા પૂર્વે AMCએ કર્મચારીઓની રજા રદ કરી
ચોમાસાનાં આગમન પૂર્વે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ગ એકથી ચારના અધિકારી અને કર્મચારીની રજા રદ કરી દીધી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ 5 જૂનથી ચોમાસાની ઋતુ સુધી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. વર્ગ 1ના અધિકારીને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો વર્ગ 2ના અધિકારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઝોનલ ઓફિસ, વડી કચેરી, સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર નજર રાખવા સૂચના અપાઈ છે. વર્ગ 3 અને 4ના કર્મચારીએ રજા માટે ઉપરી અધિકારીની ફરજિયાત મંજૂરી લેવા પરિપત્ર જાહેર કરાયો છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના
આવતી કાલે વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. તેના પગલે ગુજરાતનાં પોરબંદર અને જાફરાબાદ સહિતનાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ