બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / which direction is not good to keep money plant at home as per vastu

Money Plant Tips / મની પ્લાન્ટ રાખવાની હોય છે એક યોગ્ય દિશા, ધ્યાન ન રાખ્યું તો રિલેશન અને કરિયર થઈ શકે છે બરબાદ

Arohi

Last Updated: 08:21 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Plant Direction As Per Vastu: મની પ્લાન્ટના છોડ ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવું જોઈએ.

  • મની પ્લાન્ટ છે ઘર માટે ખૂબ જ શુભ 
  • પરંતુ યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી
  • ધ્યાન ન રાખ્યું તો રિલેશન-કરિયરમાં આવી શકે મુશ્કેલી

ઘરની અંદર અમુક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઈ શકે છે. તેમાં એક મની પ્લાન્ટ હોય છે જેને રાખવાથી લોકો સુખ-સમૃદ્ધિ મેળવી શકે છે. વાસ્તુના અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવવાની સાથે પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે. તેનાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાઈ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડને વધારે દેખરેખની જરૂર નથી હોતી. તેને તમે કોઈ પણ બોટલ કે ફ્લાવર પોટમાં રાખી શકો છો. 

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સમૃદ્ધિ રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે. જોકે મની પ્લાન્ટ રાખવાના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તે યોગ્ય દિશામાં રાખવામાં આવશે. 

આ દિશામાં મની પ્લાન્ટ રાખવું અશુભ 
મની પ્લાન્ટને હંમેશા ઘરમાં યોગ્ય દિશામાં લગાવવું જોઈએ. ત્યારે જ તેનો લાભ મળશે. મની પ્લાન્ટને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. વાસ્તુ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. 

આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. આટલું જ નહીં, ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરના સદસ્યોના સંબંધમાં તિરાડ આવી શકે છે. ખોટી દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે. 

ઘરમાં આવી શકે છે નકારાત્મક ઉર્જા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે અને તે શુક્રના વિરોધી માનવામાં આવે છે. માટે મની પ્લાન્ટને આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેના ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. 

કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક સ્ટ્રેસનો સામનો નથી કરવો પડતો. મોટાભાગે લોકો આ પ્લાન્ટ લગાવે તો વ્યક્તિ દિશાનું ધ્યાન નથી રાખતા. માટે તેના ફાયદાની જગ્યા પર નુકસાન થાય છે. એવામાં યોગ્ય દિશા ખૂબ જ જરૂરી છે. 

આ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ 
મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશા આ પ્લાન્ટ માટે સૌથી સારી માનવામાં આવે છે. ભગવાન ગણેશ એવા દેવતા છે જે આ દિશામાં નિવાસ કરે છે અને કલ્યાણ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પ્રગતિ થાય છે. 

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને કુબેર અને બુધ ગ્રહની સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. શુક્રવારના દિવસે તમે મની પ્લાન્ટમાં દૂધ નાખી શકો છો. માતા લક્ષ્મીને દૂધ ખૂબ જ પ્રિય છે. એવામાં શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજા કર્યા બાદ મની પ્લાન્ટમાં દૂધ ચડાવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ