બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / When will the bullet train run from Ahmedabad? CM Bhupendra Patel reviews PM Modi's dream project

સમીક્ષા / ક્યારે દોડશે અમદાવાદથી બૂલેટ ટ્રેન? PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

Mehul

Last Updated: 08:07 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા માટે કરી હતી. CMએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી

  • મુખ્યમંત્રીએ કરી બુલેટ ટ્રેનની સમીક્ષા 
  • રીવર ફ્રન્ટ પર કરી પ્રોજેક્ટની સમીક્ષા 
  • AMC-બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વરિષ્ઠ ઉપસ્થિત 

અમદાવાદ-  મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પોજેક્ટ છે.શરૂઆતી કેટલાક જમીન સંબંધિત વિધ્નોને  બાદ કરતા ગુજરાતમાં લગભગ 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે.શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા માટે કરી હતી. CMએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.સમીક્ષા દરમિયાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે બેઠક પણ કરી હતી, જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કે.કૈલાસનાથન મનપા અને બુલેટ ટ્રેનના  વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

પહેલા અડચણ હતી,જે દૂર કરાઈ 

શરુઆતના તબક્કામાં જમીન સંપાદન વગેરેની કામગીરીમાં દક્ષીણ ગુજરાતના નવસારી અને ત્યાંથી આગળના કેટલાક વિસ્તારોના ખેડૂતોની કેટલીક નારાજગી થોડો સમય અડચણ રૂપ રહી,પરંતુ ત્યાર બાદ ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગરીમાં વેગ આવ્યો હતો. પહેલા તો 2022 સુધીમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવાની નેમ હતી. પરંતુ કોરોના કાળ અને સમ-સામયિક સ્થિતિના કારણે પ્રોજેક્ટ  થોડો વિલંબમાં જરૂર પડ્યો છે.જ્યારે મુખ્યમંત્રીએ આજે સમીક્ષા કરી ત્યારે,ગુજરાતમાંથી  બુલેટ ટ્રેનની તલસ્પર્શી માહિતી મેળવી છે  

કેન્દ્રિય રેલ મંત્રીએ કરી હતી મુલાકાત 

દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.  

સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે બુલેટ ટ્રેન 

આપને જણાવી દઈએ કે પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે દેશમાં પહેલી વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા 

મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ જાહેરાત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ