બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / When will the big round of rain come in Gujarat? What is the prediction, where was 33 crore black cocaine seized, India beat Pakistan 4-0

સમાચાર સુપરફાસ્ટ / ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ કયારે આવશે? શું છે આગાહી,33 કરોડનું બ્લેક કોકીન ક્યાં ઝડપાયું, ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

Vishal Khamar

Last Updated: 07:13 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે 22 થી 25 જૂન દરમ્યાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. તો સુરતમાં આપનાં ધારાસભ્ય હોટલમાં યુવતી સાથે દેખાયાનાં સીસીટીવી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરથી વરસાદ પડ્યો હતો, પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી. કેરળમાં ગત 8મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.  આ વર્ષે કેરળમાં પણ ચોમાસું સામાન્ય કરતા એક અઠવાડિયા મોડું બેઠું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મજબૂત બની આગળ વધશે. અત્યારે ચોમાસું ગોવાથી આગળ વધી રહ્યું છે. આગામી 22થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે.

કેનેડામાં છેલ્લા ઘણા દિવસોથી એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટના બની રહી છે. ત્યારે ગુજરાતના આણંદનો વિષય પટેલ (ઉં.વ 20) નામનો યુવક છેલ્લા 6 દિવસથી ગાયબ થઈ ગયો હતો. કેનેડા પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી. ત્યારે કેનેડા પોલીસને બ્રાન્ડોન શહેરના પૂર્વમાં એસિનિબોઈન નદી હાઈવે બ્રિજ પાસેથી વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય પટેલે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે, તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. PM રિપોર્ટ બાદ જ યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવશે. હાલ મૃતક યુવકના માતા-પિતા કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે. તો તે પરીક્ષામાં એક વિષયમાં ફેઈલ થયો હોવાની વાત પણ સામે આવી છે.

ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈછે. જેને લઈ આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપ નેતા વશરામ સાગઠીયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. 

અમદાવાદમાંથી બ્લેક કોકીન મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા અમદાવાદ એરપોર્ટ પરથી 33 કરોડનું બ્લેક કોકીન ઝડપાતા સનસનાટી મચી જવા પામી છે. આ સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે.DRIએ તપાસ દરમિયાન કોકીનના 32 કરોડના જથ્થા સાથે બ્રાઝિલના શખ્સને દબોચી લીધો છે. જેની પૂછપરછમાં આરોપી ટુરિસ્ટ વિઝા લઈને ભારત આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓને વધારાનાં ચાર્જ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં કુલ 7 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં 4 ને વધારાનાં ચાર્જ સાથે બદલી કરાઈ છે. કમલ દાયાણીની એડીશનલ ચીફ સેક્રેટરી GAD તરીકે બદલી કરવામાં આવી છે.  એમ.કે.દાસની એડીશનલ ચીફ સેક્રેટરી મહેસુલ તરીકે બદલી કરાઈ છે. તેમજ તેઓને વાહન વ્યવહારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  મોનાં ખાંધારને અગ્ર સચિવ પંચાયત તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ તેઓની પાસે અગ્ર સચિવ મહેસુલનો વધારાનો હલાવો પણ સોંપવામાં આવ્યો છે.  અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે.  રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે.  લાંબા સમયથી દિલ્લી ના રેસિડેન્ટ કમિશેનર આરતી કંવર ગુજરાત પરત ફરશે જેમને ફાઈનાન્સ વિભાગ ના સચિવ તરીકે બદલી જ્યારે રેસિડેન્ટ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ સંભાળશે. અશ્વિની કુમારની અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ તેઓની પાસે  અશ્વિની કુમાર પાસે યુવા અને સાંસ્કૃતિક વિભાગનો વધારાનો હવાલો રહેશે.

સુરતમાં AAPના ધારાસભ્યના CCTV ફૂટેજ વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા છે. આ તરફ આ સમગ્ર ઘટના અંગેના CCTV સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ચર્ચા મુજબ જ્યારે ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં ગયા બાદ ત્યાં મહિલાનો પતિ આવી પહોંચતાં ધારાસભ્ય મોઢે રૂમાલ બાંધી નીકળી ગયા હતા. 

અમેરિકાના ન્યૂયોર્કનું યુએન મુખ્યાલય એક ઐતિહાસિક અવસરનું સાક્ષી બન્યું હતું. અહીં પીએમ મોદીએ 190 દેશોમાંથી આવેલા લોકોને યોગાસન કરીને ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી હતી. યોગ બાદ પીએમ મોદી યોગ ઈન્સ્ટ્રક્ચર અને બાળકોને મળ્યાં હતા. બાળકો પણ તેમને જોઈને ખુશ જણાતા હતા. 

પૂર્વ CM જીતનરામ માંઝીની પાર્ટી HAM એટલે કે હિન્દુસ્તાની આવામ મોર્ચાએ NDA સાથે જોડાવાનું નક્કી કરી લીધું છે. બુધવારે દિલ્હીમાં જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષકુમાર સુમને  ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બિહારનાં પૂર્વ મંત્રી અને જીતન રામ માંઝીનાં પુત્ર સંતોષ સુમને કહ્યું કે અમારી પાર્ટી એનડીએનો હિસ્સો રહેશે.

ક્રિકેટના મહાકુંભ ગણાતા વનડે વર્લ્ડ કપની શરૂઆતને હવે ગણતરીના મહિના બાકી છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ટૂંક સમયમાં આ કપનું સમગ્ર શેડ્યુલ બહાર પડશે. જોકે આ આગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. PCB દ્વારા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચનું સ્થળ બદલવાની માંગ સાથે ICC અને BCCI રજુઆત કરવામા આવી હતી.

ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશીપ 2023ની બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શુભારંભ કરી દીધો છે. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ફટકારી હતી. આ ગોલને સહારે સુનિલ છેત્રીએ એશિયાના બીજા આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. જ્યારે ઉદંતાએ આખરી પળોમાં ગોલ ફટકાર્યો. સપ્ટેમ્બર 2018 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ સૌપ્રથમ ફૂટબોલ મેચ હતી. પાંચ વર્ષ અગાઉ ભારતે એસએએફએફ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પડોશી દેશને 3-1થી હરાવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ