બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / When I Became the Prime Minister in the Year 2014, India Was at the 10th Rank in the

જામનગર / '2014માં ભારત ઈકોનોમીમાં 10માં સ્થાને હતું, આજે 5મા સ્થાને', PM મોદીએ પોતાની સરકારની પીઠ થાબડી

Hiralal

Last Updated: 09:47 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે જામનગર આવેલા પીએમ મોદીએ પોતાની સરકારના વખાણ કર્યાં હતા.

  • જામનગરમાં પીએમ મોદીએ પોતાની સરકારની કરી પ્રશંસા
  • કહ્યું 2014માં ભારત ઈકોનોમીમાં 10માં સ્થાને હતું, આજે 5મા સ્થાને 
  • ઈઝ ઓફ ડુઈંગના મામલે ભારત 162મા સ્થાને હતું આજે 63મા સ્થાને 

10માં પરથી 5મા પાંચમા સ્થાને પહોંચ્યું ભારત 
જામનગરમાં લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે 2014માં હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે ભારત ઈકોનોમીમાં 10મા સ્થાને હતું જે પછી હવે પાંચમા સ્થાને પહોંચ્યું છે. 

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે ભારત 63મા ક્રમે
પીએમ મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે પણ એક મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે 2014માં ભારત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે વિશ્વમાં 162મા સ્થાને હતું પરંતુ હવે તનતોડ મહેનત બાદ ભારત હવે 63મા ક્રમે આવ્યું છે. 

એક વ્યક્તિ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન લાવી શક્યા- પીએમ મોદીનું નેહરુ પર નિશાન 
પીએમ મોદીએ નામ લીધા વગર પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રજવાડાઓના વિલીનીકરણના મુદ્દાઓનો ઉકેલ લાવી દીધો, પરંતુ "એક વ્યક્તિ" કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શક્યા નહોતા.મોદીએ કહ્યું કે તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલના પગલે ચાલી રહ્યા હોવાથી લાંબા સમયથી અટકેલા કાશ્મીર મુદ્દાને ઉકેલવા સક્ષમ છે.

શહેરી નક્સલવાદીઓએ સરદાર પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કર્યો 
પીએમ મોદીએ નામ લીધા વગર કેજરીવાલની આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે શહેરી નક્સલવાદીઓએ સરદાર પટેલના સરદાર સરોવર ડેમના સ્વપ્ન પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબે બધા રજવાડાઓને ભારતમાં ભળી જવા સમજાવ્યા. હું સરદાર સાહેબના પગલે ચાલી રહ્યો છું ત્યારે સરદારની ધરતીના મૂલ્યો મારામાં છે અને એટલે જ મેં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવીને સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ