બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / whatsapp feature and tricks to recover the deleted photos and videos, whatsapp backup trick

ગભરાશો નહીં / હેપ્પી.! WhatsAppમાં છે કામ લાગે તેવી ટ્રિક, ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી જોઈ શકાશે, આવી રીતે કરો રિકવર

Vaidehi

Last Updated: 04:41 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp માં એવા કેટલાય ફીચર્સ અને હેક્સ છે જેનો ઉપયોગ કરીને તમે ડિલીટ કરેલ ફોટો અને વીડિયોને સેકન્ડોમાં રિકવર કરી શકશો. જાણી લો આ ધમાકેદાર ટ્રીક.

  • વોટ્સએપમાં મીડિયા ડિલીટ થઈ જતાં પડે છે મુશ્કેલી
  • વોટ્સએપ પર ડિલીટ કરેલ ફોટો-વીડિયો રિકવર કરવું હવે સરળ
  • હેક્સ અને ટ્રિક્સથી સેકન્ડ્સમાં ફાઈલ રિકવર કરી શકાશે

વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મેસેજિંગ એપમાંનું એક છે. આપણે આ પ્લેટફોર્મ પર દિવસમાં અનેકવાર ફોટો અને વીડિયો શેર કરતાં હોઈએ છીએ પરંતુ ક્યારેક ભૂલથી આપણાંથી કોઈ જરૂરી ફોટો કે વીડિયો ડિલીટ થઈ જાય છે. જો તમારી સાથે પણ એવું થયું છે તો હવે ચિંતા ન કરશો. આ ટ્રિકની મદદથી તમે ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી પાછા મેળવી શકશો.

ફોન ગેલેરી
ડિફૉલ્ટરૂપે Whatsappનાં તમામ ફોટોઝ અને વીડિયોઝ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેની ફોન ગેલેરીમાં સેવ થઈ જાય છે. તેથી જો મીડિયા ફાઈલ્સ વૉટ્સએપથી ડિલીટ થઈ જાય તો પણ ફોન ગેલેરીમાંથી તમને મળી શકશે.

ફાઈલ એક્સપ્લોરર
આ ફીચર માત્ર એન્ડ્રોઈડ યૂઝર માટે જ ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ યૂઝર્સ ફાઈલ એક્સપ્લોરરમાં જઈને Whatsappનાં ફોલ્ડરમાં જઈને મીડિયા ફાઈલ્સથી ડિલીટ થઈ ગયેલ ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકે છે.

Whatsapp બેકઅપ
જો તમે વોટ્સએપ ચેટ અને મીડિયાને ડેઈલી, વીકલી અથવા તો મંથલી બેઝ પર ગૂગલ ડ્રાઈવ કે iCloud પર બેકઅપ કરો છો તો ડિલીટ થયેલ ફાઈલ્સને તમે વોટ્સએપને ડિલીટ કરી ફરી ડાઉનલોડ કરીને મેળવી શકશો. ફરીથી વોટ્સએપ લોગ ઈન કરતાં સમયે રિકવરનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને તમે ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકશો.

ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી શકાય
ક્યારેક-ક્યારેક જ્યારે આપણે ચેટ ક્લિયર કરીએ છીએ તો ભૂલથી કોઈ જરૂરી મીડિયા ફાઈલ્સ પણ ડિલીટ થઈ જાય છે. તેનાથી બચવા માટે ચેટ ક્લિયર કરતાં સમયે તમારે ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી દેવાનું. જેનાથી તમારી ચેટ્સ અને ડિલીટ થયેલી મીડિયા ફાઈલ્સ ગેલેરીમાં સેવ રહેશે.

 આજકાલ લોકો મેસેજ સેન્ડ કરીને ડિલીટ કરી દે છે. તમે અન્ય એપની મદદથી પણ તેને રિકવર કરી શકો છો. પ્લે સ્ટોર પરથી તમે WAMR નામક એપ ડાઉનલોડ કરીને ડિલીટ થયેલ ફોટો-વીડિયો અને ચેટ રિકવર કરી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ