બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / What will 27% OBC reservation change in the political picture? Will the election prove to be a masterstroke? What is the truth of Congress's signal to challenge the report?

મહામંથન / 27% OBC અનામત રાજકીય તસ્વીરમાં શું બદલાશે? ચૂંટણીમાં માસ્ટરસ્ટ્રોક સાબિત થશે? રિપોર્ટને પડકારવાના કોંગ્રેસના સંકેતનું સત્ય શું?

Vishal Khamar

Last Updated: 10:12 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 27 ટકા ઓબીસી અનામતનાં મુદ્દે આજે ભાજપ દ્વારા વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે ઋષિકેશ પટેલે કહ્યું કે ઝવેરી કમિશન સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ બનાવાયું છે. તો બીજી તરફ કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો હતો. અને કહ્યું કે, બહુમતીનાં જોરે બિલ પાસ કરશો તો કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.

રાજ્ય સરકારે 27% OBC અનામતની અમલવારી માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. વિધાનસભાની ચર્ચા દરમિયાન સરકારના તર્ક રસપ્રદ હતા તો કોંગ્રેસે દલીલોની સાથે આરોપ પણ કર્યા. એકંદરે જે સમાજ બહોળુ પ્રભુત્વ ધરાવે છે તેને 27 ટકા અનામતનો લાભ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળશે. ભાજપ પોતાને OBC માટે હંમેશા હકારાત્મક ગણાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે કોંગ્રેસે હંમેશા OBC સમાજ માટે નકારાત્મક ભૂમિકા ભજવી. હવે 27 ટકા ઓબીસી અનામતનો અમલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તસ્વીર કઈ રીતે બદલાશે.. ગુજરાતની સાથે-સાથે આ કાયદાની અમલવારી દેશના રાજકારણમાં કેવી અસર કરશે.

  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% OBC અનામતનો અમલ
  • ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે સરકારે 27% OBC અનામત આપી
  • OBC અનામતની અમલવારીના વ્યાપક પડઘા પડી શકે છે
  • સરકારનું 27% OBC અનામત સદંતર અન્યાય હોવાનો કોંગ્રેસનો આરોપ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% OBC અનામતનો અમલ થવાનો છે. ત્યારે  ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે સરકારે 27% OBC અનામત આપી દીધી છે. હવે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. છે.  OBC અનામતની અમલવારીના વ્યાપક પડઘા પડી શકે છે. 27% OBC અનામત સરકારને ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે સુપ્રીમકોર્ટ અને ઝવેરી કમિશનનો આદેશ અવગણ્યો છે. તેમજ સરકારનું 27% OBC અનામત સદંતર અન્યાય હોવાનો કોંગ્રેસનો આરોપ મુક્યો છે.

27% OBC અનામત 

સ્થાનિક સત્તામંડળમાં શું બદલાશે? 

 

8 મહાપાલિકા

  • પહેલા 10% મુજબ 67 બેઠક 
  • હવે 27% મુજબ 183 બેઠક 

157 નગરપાલિકા

  • 10% મુજબ પહેલા 481 બેઠક
  • 27% મુજબ હવે 1282 બેઠક

33 જિલ્લા પંચાયત

  • પહેલા 10% મુજબ 105 બેઠક
  • હવે 27% મુજબ 205 બેઠક

256 તાલુકા પંચાયત

  • પહેલા 10% મુજબ 506 બેઠક
  • હવે 27% મુજબ 994 બેઠક

14565 ગ્રામપંચાયત

  • પહેલા 10% મુજબ 12750 બેઠક
  • હવે 27% મુજબ 23363 બેઠક

રાજ્યમાં OBC વસતી

મહાપાલિકા વિસ્તાર 39.44%
નગરપાલિકા વિસ્તાર 53.36%
ગ્રામ્ય વિસ્તાર 54%
  • બાબુભાઈ પટેલની સરકારના ઠરાવથી 1978માં પહેલીવાર અનામત મળ્યું
  • ભાજપનો ઈતિહાસ OBC માટે હકારાત્મક રહ્યો છે
  • સમર્પિત આયોગે યુનિટદીઠ 27% અનામતની ભલામણ કરી હતી 

સરકારે શું કહ્યું?
1972માં જનતામોરચાના બાબુભાઈ પટેલની સરકારમાં બક્ષી કમિશન બન્યું. બાબુભાઈ પટેલની સરકારના ઠરાવથી 1978માં પહેલીવાર અનામત મળ્યું છે.  માધવસિંહ સોલંકીની સરકારે OBC અનામત માટે કોઈ પગલા ન લીધા.  બીજી ટર્મમાં અનામત વધારાની વાત થઈ તો કેન્દ્રની સરકારે માધવસિંહનું રાજીનામું લઈ લીધું.  ચીમનભાઈ પટેલ પણ કોંગ્રેસના આંતરિક ખટરાગને કારણે વધુ અનામત ન આપી શક્યા. ભાજપનો ઈતિહાસ OBC માટે હકારાત્મક રહ્યો છે. ઝવેરી કમિશન સુપ્રીમકોર્ટના આદેશ મુજબ જ બનાવ્યું હતું. સમર્પિત આયોગે યુનિટદીઠ 27% અનામતની ભલામણ કરી હતી.

  • સરકારે ઝવેરી કમિશન અને સુપ્રીમકોર્ટના આદેશનો અમલ નથી કર્યો
  • જે યુનિટમાં જેટલી OBC વસતી હોય તેના પ્રમાણે અનામત આપવા કહેવાયું હતું
  • 27% અનામત મુજબ અમદાવાદ મહાપાલિકામાં OBCને 51 બેઠક મળે

કોંગ્રેસે શું કહ્યું?
સરકારે ઝવેરી કમિશન અને સુપ્રીમકોર્ટના આદેશનો અમલ કર્યો નથી.  જે યુનિટમાં જેટલી OBC વસતી હોય તેના પ્રમાણે અનામત આપવા કહેવાયું હતું. 27% અનામત મુજબ અમદાવાદ મહાપાલિકામાં OBCને 51 બેઠક મળે. જો વસતી મુજબ અનામત લાગુ થાય તો OBCને અમદાવાદમાં 76 બેઠક મળે છે.  ઝવેરી કમિશન મુજબ રાજ્યમાં OBCને 40 થી 45% અનામત મળી શકે. તેમજ  ગુજરાતમાં તાત્કાલિક જાતિ આધારીત વસતી ગણતરી થાય અને વસતી પ્રમાણે જે તે સમાજને બજેટની ફાળવણી થાય.

ચૂંટણીમાં OBCનું પ્રતિનિધિત્વ

2022

  • ભાજપે 59 OBC ઉમેદવારને ટિકિટ આપી
  • કોંગ્રેસે 48 OBC ઉમેદવારને ટિકિટ આપી

2017

  • ભાજપે 57 OBC ઉમેદવારને ટિકિટ આપી
  • કોંગ્રેસે 65 OBC ઉમેદવારને ટિકિટ આપી

2012

  • ભાજપે 47 OBC ઉમેદવારને ટિકિટ આપી
  • કોંગ્રેસે 57 OBC ઉમેદવારને ટિકિટ આપી

રાજ્યમાં OBCની વસતી

11 જિલ્લા

5%થી ઓછી વસતી

2 જિલ્લા

20 થી 35% વસતી

10 જિલ્લા

35 થી 55% વસતી

10 જિલ્લા

65 થી 75% વસતી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ