બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / What to do if money is transferred to someone else's account by mistake Learn how to get a refund

તમારા કામનું / ભૂલથી બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો કઈ રીતે મેળવી શકાય પરત

Arohi

Last Updated: 12:46 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ દરમિયાન મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓ સંબંધિત હતી.

  • RBIએ જાહેર કર્યો વાર્ષિક રિપોર્ટ 
  • વર્ષ દરમિયાન મળી આ ફરિયાદો 
  • મોટાભાગની ફરિયાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સંબંધિત 

RBIએ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ દરમિયાન મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓ સંબંધિત હતી. જો કે આપણે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ, તેમ છતાં ભૂલો થઈ શકે છે. જો એક નંબર પણ ખોટો થાય તો તમારી મહેનતની કમાણી અલગ એકાઉન્ટમાં જતી રહે છે. 

ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો પૈસા પાછા કેવી રીતે મળશે?
જ્યારે પણ તમને ખબર પડે કે તમારા પૈસા ખોટા ખાતામાં ગયા છે, ત્યારે તમારા મગજમાં સૌથી પહેલી વાત આવે છે કે તેને કેવી રીતે પાછા મેળવવા. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

બેંક ઓફ બરોડાની વેબસાઈટ અનુસાર જ્યારે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે ત્યારે સૌથી પહેલું કામ બેંકને તેની જાણ કરવાનું રહેશે. તમે તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને તરત જ આ કામ કરી શકો છો. તમારે તેમને કૉલ કરવો પડશે અને તેમને ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો આપવી પડશે. બદલામાં બેંક તમને રિક્વેસ્ટ અથવા કમ્પ્લેન્ટ નંબર આપશે. 

આ સિવાય તમે બેંકના ગ્રાહક સેવા વિભાગને ઈમેલ મોકલીને ખોટા ટ્રાન્સફરની માહિતી પણ આપી શકો છો. એટલે કે તમારી બેંક સાથે સંબંધિત તમામ સંચારના લેખિત દસ્તાવેજો ઉપલબ્ધ રહેશે.

બીજી રીત પણ છે. તમે બેંકની હોમ બ્રાન્ચમાં જઈને મેનેજર સાથે વાત કરી શકો છો અને ખોટા ટ્રાન્સફરની ઓફિશ્યલ નોટિફિકેશન સબમિટ કરી શકો છો.

શું ખાતામાં આવી શકે છે બાકીના પૈસા?
એ વાતની ધ્યાન રાખો કે જો એકાઉન્ટ નંબર ખોટો છે અથવા અસ્તિત્વમાં નથી, તો પૈસા તરત જ તમારા ખાતામાં પાછા જમા થઈ જશે. બેંક ઓફ બરોડાની વેબસાઈટ અનુસાર જો ડિટેલ્સ માન્ય હોય અને પૈસા જતા રહે તો તેને પરત લેવા તેને મેળવનાર પર સંપૂર્ણ નિર્ભર કરે છે. 

બેંક અનુસાર, જો ફંડ્સ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવા માટે મંજૂરી આપે છે તો તમને વગર કોઈ મુશ્કેલીએ પોતાના પૈસા પરત મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ