બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / What is the forecast of rain in Gujarat today? Sanatan Dharma Lok Sabha election agenda? AMC's big decision on stray cattle

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજે વરસાદની કેવી આગાહી? સનાતન ધર્મ લોકસભા ચુંટણીનો એજન્ડા? રખડતાં ઢોર અંગે AMCનો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 07:20 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : આગામી સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. તો બીજી તરફ અમદાવાદનાં પોલીસ કમિશ્નર દ્વારા ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે ઈ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરાતા રજિસ્ટ્રેશન વધ્યું છે.

 

વરસાદ ખેંચાતા હાલ અમદાવાદીઓ ૩૬થી ૩૭ ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. ઘર અને ઓફિસમાં પંખા, કૂલર અને એસી ચાલુ કરવા માટે વિવશ બન્યા છે. જોકે હવે વરસાદને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વરસાદ લાવનારી સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થઈ રહી હોઈ અમદાવાદ પણ વરસાદી માહોલમાં આવવાનું છે. શહેરમાં તા. ૧૭, ૧૮, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ આગાહીને જોતાં લોકોએ હવે વરસાદને વધાવવા માટે તૈયાર રહેવું પડશે. 


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. વરસાદને લઈ ફરી એક વખત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. મેઘરાજા ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મનમુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. 

અમદાવાદ હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી. જેમાં તેને ગર્ભ રહી ગયો હતો હાલ પીડિતાને 18 સપ્તાહનો ગર્ભ છે. આ કેસ ચાલી જતા કોર્ટમાં મેડીકલ કેસ પેપર્સ રજુ કરાયા હતા. જે જોયા બાદ હાઈકોર્ટ દ્વારા  ગર્ભપાત અંગે મંજૂરી આપવામાં આવી છે. આ મુદ્દે કોર્ટે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરાઈ હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું જેના ભાગરૂપે રિપોર્ટમાં સગીરાને નોર્મલ ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાત અંગે છૂટ આપી હતી.

રાજ્યમાં થોડા દિવસ અગાઉ પાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોઈ નવા પ્રમુખો,  ચેરમેન તેમજ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં આદેશનાં ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 34 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તાલુકા પંચાયતનાં 34 સભ્યોને 6 વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે.  જેમાં ગારીયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવા તાલુકા પંચાયતોનાં સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે. 

ક્રાઈમ ક્રોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ મલિકએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબૂ હેઠળ છે. ચોરીની ઘટનામાં વધારો થયો છે. ઈ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરાતા રજિસ્ટ્રેશન વધ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમમાં પણ થોડો વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમમાં 5-6 પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે. એકંદરે કહી શકાય કે ગુના કાબૂ હેઠળ છે. પોલીસ સંવેદનશીલ રહે તે સૂચના આપવામાં આવી રહી છે.

ગુરૂવારથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. 

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. લિયરજેટનું એક ચાર્ટેર વિમાન ઉતરતી વખતે લપસી જતાં ક્રેશ થયું હતું. પ્લેન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે રનવે ભીનો હતો તેથી ઉતરતી વખતે તે લપસી જતા ક્રેશ થયું હતું. વિમાનમાં 6 પ્રવાસી અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા જેમને બચાવવા માટે તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. 

પીએમ મોદીએ સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા નિવેદનો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ PM મોદીએ સનાતન વિરોધને લઈને 'ઈન્ડિયા  ગઠબંધન' પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે વિપક્ષ સનાતનનો નાશ કરવા અને ભારતને ગુલામીના યુગમાં પાછું લઈ જવા માંગે છે. 

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીનાં નવીન ચેરમેન દેવાગ દાણીનાં અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ અમદાવાદ શહેરમાં હાલ જે  ઢોરવાડા છે તે ફૂલ થતા નવા ઢોરવાડા બનાવવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે હાલ 4500 થી વધુ ઢોર પકડાતા ઢોરવાડા ફૂલ થયા છે.  હવે AMC  ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઢોરવાડા બનાવશે. 

સુરતમાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સચિન GIDC વિસ્તારમાં રહેતા યુવકને મોબાઇલની ભારે છેલછા જાગી હતી શ્રીજી પ્રવેશ પ્રેસિડેન્સીમાં રહેતા પારસ શર્મા નામના યુવકે નવા એન્ટ્રોઈડ ફોન માંગ કરી હતી. માતા, પિતા પાસે વારંવાર નવા મોબાઇલની માંગ કરવા છતાં માતાએ હાલ પૂરતી મોબાઈલ લઈ દેવાની મનાઈ કરી દીધી હતી. જેને લઈને દીકરાને મનમા લાગી આવ્યું હતું અને આવેશમાં આવી આયખું ટૂંકાવી લેતા પરિજનોમાં અરેરાટી મચી ગઈ છે.

ભારતીય ટીમે હાલમાં ચાલી રહેલા એશિયા કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સુપર ફોરની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. જે પછી શ્રીલંકા સામેની લો સ્કોરિંગ મેચમાં ભારતે 41 રનથી વિજય મેળવ્યો. આ બંને મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડ દેખાવ જોવા મળ્યો હતો, પરંતુ ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક ટ્રોલર્સે #fixed સાથે કેટલીક ટ્વિટ કરી હતી. હવે આ વિશે શોએબ અખ્તરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને કારણે હોબાળો મચી ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ