બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / what is hypertrophic cardiomyopathy aka hcm that gujarat student dies from

સ્વાસ્થ્ય / શું છે આ HCM? જેના કારણે રીબડામાં ચાલુ કાર્યક્રમમાં 15 વર્ષના દેવાંશ ભાયાણીનું થઈ ગયું નિધન

Malay

Last Updated: 03:13 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: SGVP રીબડા ગુરુકુળના વિદ્યાર્થી દેવાંશ ભાયાણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ HCM એટલે કે હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી જણાવવામાં આવ્યું છે. જાણો શું છે HCM જે દેવાંશના મોતનું કારણ બન્યું.

 

  • રાજકોટમાં દેવાંશ ભાયાણીના મૃત્યુનું કારણ સામે આવ્યું
  • 'મોટું હૃદય મોતનું કારણ, ફેફસા પુખ્તવયના યુવાન જેવડા હતા'
  • HCM રાજકોટના દેવાંશ ભાયાણીના મોતનું કારણ બન્યું

ગુજરાતમાં સોમવારે હાર્ટ એટેકથી બે વિદ્યાર્થીઓના મોત થયા છે. પ્રથમ કેસ ગુજરાતના રાજકોટ જિલ્લાનો છે. 15 વર્ષીય દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની શાળામાં તૈયારી કરી રહ્યો હતો, આ દરમિયાન તે અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજો બનાવ નવસારી શહેરનો છે. 10 વર્ષની તનીષા ગાંધી સ્કૂલમાં મિત્રો સાથે સીડીઓ ચડી રહી હતી, ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ સાથે પરસેવો વળવા લાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દેવાંશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ HCM એટલે કે હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી જણાવવામાં આવ્યું છે. જાણો શું છે HCM જે દેવાંશના મોતનું કારણ બન્યું.

શું છે હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી?
એક રિપોર્ટ અનુસાર, આ બીમારી હૃદય (હાર્ટ)ની દિવાલોને જાડી બનાવે છે. હૃદયની દીવાલોમાં સ્થૂળતા આવ્યા પછી હાર્ટમાં બ્લડનું સર્કુલેશન બ્લોક થઈ શકે છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ડોક્ટર્સનું કહેવું છે કે, દેવાંશ એચસીએમ સામે લડી રહ્યો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે દેવાંશનું હૃદય (હાર્ટ) તેની ઉંમર કરતા મોટું હતું. આ તેના મૃત્યુનું કારણ બન્યું.

હૃદય (હાર્ટ)ના સ્નાયુઓ જાડા થવા લાગે છે 
આ બીમારી જનીનોમાં થતાં મ્યૂટેશનના કારણે થાય છે. જેમાં હૃદય (હાર્ટ)ના સ્નાયુઓ જાડા થવા લાગે છે. પરિણામે હૃદય (હાર્ટ)નું કદ વધવા લાગે છે. હૃદયના જાડા સ્નાયુઓ હૃદયને લોહી પંપ કરવાનું મુશ્કેલ બનાવે છે.  હૃદયના ચેમ્બરની દિવાલો જાડી અને સખત બને છે, લોહીનું પ્રમાણ ઘટાડે છે. જ્યારે હૃદયની દિવાલ જાડી થઈ જાય ત્યારે બોડીમાં બ્લડ સર્કુલેશન પર પ્રભાવ પડે છે. 

જોખમ કેવી રીતે વધે છે?
રિપોર્ટ મુજબ, આ એક આનુવંશિક રોગ છે, જે પેઢી દર પેઢી ચાલે છે. આ એક બીમારી હૃદયની અનેક બીમારીઓનું જોખમ વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે, તે હૃદય (હાર્ટ)માં લોહીનું પરિભ્રમણ (બ્લડનું સર્કુલેશન) અટકાવે છે. આ ઉપરાંત એટ્રિયલ ફાઇબરિલેશનની સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં બ્લડ ક્લોટ થઈ શકે છે, જે સર્કુલેટ થઈને બ્રેન સુધી પહોંચી શકે છે અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. હૃદયના ધબકારા અનિયમિત હોઈ શકે છે. હૃદયની દીવાલો જાડી થવાને કારણે હાર્ટ એટેકની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. શરીરમાં રક્ત પરિભ્રમણમાં અવરોધને કારણે દર્દી અચાનક બેહોશ થઈ શકે છે. આવા કિસ્સામાં તે માત્ર વૃદ્ધોમાં જ નહીં, પણ યુવાનોમાં પણ દેખાઈ શકે છે.

કાર્ડિયાક ડેથનું પણ બની શકે છે કારણ 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ એક એવી બીમારી છે જે કોઈપણ વયજૂથના દર્દીમાં કાર્ડિયાક ડેથનું કારણ પણ બની શકે છે. ઘરમાં આવા દર્દી છે તો તેમની ખાસ કાળજી લેવી જોઈએ. સમયાંતરે નિષ્ણાતની સલાહ લેતા રહેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ