બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / What if it's poisoned? Akhilesh Yadav refuses tea at police HQ

સપા સુપ્રીમો HQમાં / 'નથી પીવી તમારી ચા, ઝેર આપી દો તો', કર્ટસી ભૂલ્યા અખિલેશ, પોલીસની ચા પીવાની ના પાડી

Hiralal

Last Updated: 03:11 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે લખનઉ પોલીસ મુખ્યાલયમાં પોલીસની ચા પીવાની ના પાડી દીધી.

  • લખનઉ પોલીસ મુખ્યાલયમાં આવી ચડ્યા અખિલેશ યાદવ
  • પોલીસે ચાની ઓફર કરી
  • ચા પીવાની ના પાડતા બોલ્યાં, ક્યાંક ઝેર મિલાવી દો તો
  • સપા નેતા મનીષ અગ્રવાલની ધરપકડ થતા પોલીસ મુખ્યાલય આવ્યાં 

સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલના સંચાલક મનીષ જગન અગ્રવાલની ધરપકડ બાદ અખિલેશ યાદવ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમને આવતા જોઈને ઘણા પોલીસ અધિકારીઓ તેમની પાસે પહોંચી ગયા અને તેમના માટે ચાનો ઓર્ડર આપવા લાગ્યા. 

પોલીસે ચાની ઓફર કરી, અખિલેશ ન પીધી 
અખિલેશ યાદવે પોલીસ હેડક્વાર્ટરની ચા પીવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે હું અહીં ચા નહીં પીવું. અમે અમારી પોતાની (ચા) લાવીશું અથવા બહારથી લાવીશું. કપ તમારો લઈ લઈશું પણ તમારી ચા નહીં પીઈએ કારણ કે ક્યાંક તમે ચામાં ઝેર મિલાવીને આપી દો તો. 

સપાના ટ્વિટર હેન્ડલના સંચાલક મનીષ અગ્રવાલની ધરપકડ
લખનઉ પોલીસે રવિવારે સવારે મનીષ જગન અગ્રવાલની ધરપકડ કરી છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને લઈને હઝરતગંજ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા હતા. સમાચાર મળ્યા છે કે મનીષ જગન અગ્રવાલ એસપીનું ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ કરતો હતો અને તે સીતાપુરનો રહેવાસી છે.મનીષ અગ્રવાલને છોડાવવા માટે અખિલેશ લખનઉ પોલીસ મુખ્યાલયમાં આવ્યાં હતા. 

પોલીસ મુખ્યાલય પહોંચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું 
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા તો તેમને કોઈ અધિકારી ન મળ્યા. આના પર એસપીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું- હેડક્વાર્ટરમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલને સપાના વડા અખિલેશ યાદવે ઘણી વખત રીટ્વીટ કર્યું હતું. 

અખિલેશે આતંકીઓને છોડી મૂક્યા પણ પોલીસ પર શંકા-ભાજપ 
અખિલેશ યાદવના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અખિલેશનું નિવેદન ચોંકાવનારું છે. "અખિલેશ યાદવે આતંકવાદીઓ પર વિશ્વાસ મૂક્યો અને તેમને મુક્ત કર્યા, પરંતુ યુપી પોલીસ પર શક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ