બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / What happen if you can't exchange the 2000 note by the deadline Know the answer to all your questions

કામની વાત / ડેડલાઇન સુધી 2000ની નોટ ન બદલાવી શકો તો શું થશે? જાણી લો તમારા દરેક સવાલનો જવાબ

Megha

Last Updated: 12:09 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી છે પણ 20 સપ્ટેમ્બર સુધી નોટની માન્યતા પહેલા જેવી જ રહેશે. 2000ની નોટથી શોપિંગ કરી શકો કે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

  • RBI એ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી
  • આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે
  • હાલ વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય

વર્ષ 2016 બાદ વર્ષ 2022માં ફરી એક નોટ ચલણમાંથી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ શુક્રવારે 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. RBIના નિર્ણય બાદ હવે 'ગુલાબી નોટ' બંધ થવા જઈ રહી છે. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી છે. નોટની માન્યતા પહેલા જેવી જ રહેશે. એટલે કે, તમે 2000 રૂપિયાની નોટથી શોપિંગ કરી શકો છો, તમે કોઈપણ સાથે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે પણ ફક્ત 30 સપ્ટેમ્બર સુધી. RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.

હાલ વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય
બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે. લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટ જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે પણ ખાસ ધ્યાનમાં રાખજો કે એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાય છે. 

જેમની પાસે બેંક ખાતું નથી તેઓએ શું કરવું જોઈએ?
 કેટલાક લોકો પાસે તેમના બેંક ખાતા નથી. આવા લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તેઓ તેનો ખર્ચ કરી શકશે. લોકોનું પોતાનું બેંક ખાતું નથી તેઓ દેશની કોઈપણ શાખામાં જઈને નોટો બદલાવી શકે છે. જેમની પાસે ખાતું નથી તેઓ એક સમયે 2000 રૂપિયાની 10 નોટો એટલે કે 20 હજાર રૂપિયા પણ બદલી શકે છે.

30 સપ્ટેમ્બર પછી શું થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પૂરી થયા બાદ લોકો પાસે રહેલી 2000 રૂપિયાની નોટો હશે તો તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.  2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈને આશા છે કે લોકો બેંકોમાં નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે.

શુ ચાર્જ થશે
2 હજારની નોટ બદલવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. બેંકો ગ્રાહકોને આ સુવિધા મફતમાં આપશે. આ સેવા બેંકો તરફથી સંપૂર્ણપણે મફત હશે. 

જો બેંક લેવાનો ઇનકાર કરે તો શું કરવું
જો બેંક નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. જો 30 દિવસની અંદર બેંક તરફથી જવાબ ન મળે તો રિઝર્વ બેંક રિઝર્વ બેંક ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ 2021 હેઠળ RBIના ફરિયાદ મેનેજમેન્ટ પોર્ટલ cms.rbi.org.in પર ફરિયાદ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ