બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / What did ED find from the house of Lalu Yadavs two daughters

તપાસ / લાલુ યાદવની બે પુત્રીના ઘરેથી EDને શું હાથ લાગ્યું? સામે આવ્યું આધિકારિક નિવેદન, તપાસ એજન્સીએ કર્યા મોટા દાવા

Kishor

Last Updated: 07:56 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરીના બદલામાં જમીન કૌભાંડના આરોપસર આરજેડી વડા લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓના ઘર પર ઇડી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં 1900 યુએસ ડૉલર, 540 ગ્રામ ગોલ્ડ અને 1.25 કરોડની કિંમતના 1.5 કિલો જેટલા સોનાના દાગીના જપ્ત કરાયા છે.

  • લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓના ઘર પર ઇડીની રેડ
  • લાલુ યાદવની બે પુત્રીઓના ઘરેથી 70 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં મળ્યા

આરજેડી વડા લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓના ઘર પર ઇડી દ્વારા રેડ પાડવામાં આવી છે. મહત્વનું છે કે લાલુ પ્રસાદ પર નોકરીના બદલામાં જમીન કૌભાંડના આરોપ લગાવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે EDએ બિહાર ઉપરાંત અન્ય શહેરો અને લાલુ પ્રસાદના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને આરજેડી નેતાઓના સ્થળો પર રેડ પાડી હતી. આ દરમિયાન EDના સબંધિત અધિકારીઓએ દાવો કર્યો કે કે રાગિણી યાદવ સહિત લાલુ યાદવની બે પુત્રીઓના ઘરેથી 70 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં મળી સહિતની વસ્તુંઓ મળી આવી હોવાનું જણાવ્યું છે.


તપાસમાં સામે આવ્યું કે
પરેશાની મામલે કરવામાં આવેલ આરોપ પર EDએ સપષ્ટતા કરતા કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન તમામ કાનૂની કાર્યવાહીનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું અને સર્ચ પરિસરમાં હાજર મહિલાઓ, બાળકો અને સિનિયર સાથે શોભનીય વર્તન વ્યવહાર કરવામાં આવ્યો હતો. EDના જણાવ્યા અનુસાર મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલ D-1088, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, દિલ્હી ખાતે આવેલ ચાર માળના બંગલામાં જેની માલિકી અને સંચાલન તેજસ્વી પ્રસાદ યાદવ અને તેના પરિવાર દ્વારા કરવામા આવે છે. વધુમાં આ મિલકત માત્ર રૂ. 4 લાખમાં હસ્તગત કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જેની હાલની કિંમત રૂ. 150 કરોડ હોવાનું જણાય રહ્યું છે.

 

ED દ્વારા રૂ. 1 કરોડની બિનહિસાબી રોકડ પણ રિકવર 
તપાસ દરમિયાન તેજસ્વી પ્રસાદ યાદવ આ મકાનમાં રહેતા હોવાનું અને તેનો ઉપયોગ રહેણાક મકાન માટે કરાતો હોવાનું બહાર આવ્યું છે. કૌભાંડના સંદર્ભમાં તપાસ દરમિયાન ED દ્વારા રૂ. 1 કરોડની બિનહિસાબી રોકડ પણ રિકવર કરાઈ છે. વધુમાં 1900 યુએસ ડૉલર, 540 ગ્રામ ગોલ્ડ અને 1.25 કરોડની કિંમતના 1.5 કિલો જેટલા સોનાના દાગીના મળી વિદેશી ચલણ પણ જપ્ત 
કરાયું છે.વધુમાં કેટલાક ગુનાહિત દસ્તાવેજો પણ રિકવર કર્યા છે. અત્યાર સુધીમાં મળેલા 600 કરોડ રૂપિયાના પુરાવામાં રૂ. 350 કરોડની સંપત્તિ, અને રૂ. 250 કરોડના વ્યવહારો બેનામી હોવાનું જણાય રહ્યું છે. 

ઇડીની તપાસમાં ખુલ્યું

EDએ આરોપ મુજબ તત્કાલિન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પરિવાર દ્વારા ગેરકાયદે રેલવેમાં નોકરીના બદલામાં પટના અને અન્ય વિસ્તારોમાં ઘણી જમીનો લઈ લેવામાં આવી છે.તેવું પણ તપાસમાં ખુલ્યું છે. મહત્વનું છે કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલવે મંત્રી રહ્યા હતા આ દરમિયાન લેન્ડ ફોર જોબ સ્કીમ હેઠળ કૌભાંડ કરી અને લાલુ યાદવે રેલવેમાં લોકોને નોકરી આપવાના બદલામાં તેઓની કીમતી જમીન લખાવી લીધી હતી. અધિકારીઓનો દાવો છે કે લાલુ યાદવ અને તેના પરિવાર એ કથિત રીતે 1.05 લાખ ચોરસ ફૂટ જમીન હસ્તગત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ