બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દેશમાં આજે બદલાતા હવામાન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો છે. સાથે જ આજથી આગામી 24 કલાકમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વરસાદ અને આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ ઘણા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હજુ આવનાર સમયમાં ઠંડીનું જોર વધશે.
Gujarat News: રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો I VTV GUJARATI#winterforecast #winter #gujarat #ahmedabadnews #surat #suratnews #rajkot #vadodara #vtvgujarati pic.twitter.com/FwlVCk8UdN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 27, 2023
ગુજરાતમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની સંભાવના
Skymet Weather ના અહેવાલ મુજબ નવીનતમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની નજીક પહોંચી ગયું છે. જેના કારણે ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની સંભાવના છે. આ સિવાય આવતીકાલે એટલે કે મંગળવાર, 28 નવેમ્બર સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
Recent satellite imagery (basedon 01:56am update) shows clear sky over Gujarat state and south Rajasthan. Moderate cloud over Mathya Pradesh, and intense to very intence cloud over north Madhya Maharasthra & Himachal Pradesh. pic.twitter.com/Swd8STpfbw
— India Meteorological Department (@Indiametdept) November 26, 2023
ADVERTISEMENT
આજે આ જગ્યા પર માવઠાની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે (27 નવેમ્બર) ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ ગોવા, ગુજરાત, રાજસ્થાનના ભાગો અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ અને તેલંગાણામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં આજનું હવામાન
તે જ સમયે, જો આપણે દિલ્હીમાં આજના હવામાનની વાત કરીએ તો હળવા વરસાદની સંભાવના છે, જે હવામાનનો મૂડ બદલશે. આ સંભવિત વરસાદને કારણે 28 નવેમ્બરે દિલ્હીમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
એક સાથે ચાર વેધર સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાનમાં આ ફેરફાર એક સાથે ચાર વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે થયો છે. દેશના ઉત્તર ભાગમાં દરિયાની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.