બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Weather Heat wave forecast Gujarat Farmers state alert mercury temperature sky

હવામાન / ગુજરાતમાં ફરી હિટવેવ સાથે માવઠાની આગાહી: રાજ્યના આ વિસ્તારના ખેડૂતો રહે ઍલર્ટ! અહીં તાપમાનનો પારો જશે આસમાને

Pravin Joshi

Last Updated: 02:38 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક જિલ્લામાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી 
  • દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આાગાહી
  • અમદાવાદ,ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં ગરમી વધશે
  • રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં  40 ડિગ્રી તાપમાન રહેશે


ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ એપ્રિલ માસના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સાથે સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી  અને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક જિલ્લામાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ જિલ્લાઓમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આ શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 40થી 41 ડિગ્રી રહેવાની સંભાવના છે. 

જગતના તાતને હાલાકી

ઉલીખનીય છે કે રાજ્યમાં વર્ષની શરૂઆતથી જ કમોસમી વરસાદને પગલે જગતના તાતને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ