બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water overflowing in Junagadh Skarbagh area

આકાશી આફત / VIDEO: જૂનાગઢમાં ગળાડૂબ પાણી ભરાતા લોકોને દોરડાં બાંધીને લોકોને કરાયા રેસ્ક્યૂ, સક્કરબાગ ઝૂમાં પણ પ્રાણીઓનું રેસ્ક્યૂ

Dinesh

Last Updated: 07:29 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીફ વાઇલ્ડ વોર્ડન એન શ્રીવાસ્તવે જણાવ્યું કે, સક્કરબાગના મોટા ભાગનો વિસ્તાર સલામત છે તેમજ શિયાળના પાંજરામાં પાણી ભરાતા શિયાળને રેસક્યુ કરાયા છે તેમજ અન્ય પ્રાણીઓ સલામત છે.

  • જુનાગઢ સકરબાગ વિસ્તારમાં ભરાયા પાણી
  • શિંગોડા ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા
  • ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો 

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો જળસંકટથી ઘેરાયો છે. જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે સમગ્ર જૂનાગઢમાં હાલ જળ હોનારત થઈ હોય તેવુ સામે આવ્યું છે. 

જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ
જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જૂનાગઢની કાળવા નદીનો ધસમસતો પ્રવાહનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યો છે. કાળવાની આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે તેમજ પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો ડરામણા સામે આવ્યું છે. 

શિયાળના રેસક્યુ કરાયા
સક્કરબાગ ઝૂમાં પાણી ભરાવવા મુદ્દે વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે. ચીફ વાઇલ્ડ વોર્ડન એન શ્રીવાસ્તવે જણાવ્યું કે, સક્કરબાગના મોટા ભાગનો વિસ્તાર સલામત છે તેમજ શિયાળના પાંજરામાં પાણી ભરાતા શિયાળને રેસક્યુ કરાયા છે તેમજ અન્ય પ્રાણીઓ સલામત છે. શ્રીવાસ્તવએ જણાવ્યું કે, જૂનાગઢમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જો પાણી આવશે તો પ્રાણીઓનું સ્થળ બદલવામાં આવશે. વધુમાં કહ્યું કે, સક્કરબાગ ઝૂમાં 4000થી વધારે પ્રાણીઓ અને પક્ષીઓ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

ભાવનગરમાં ધોધમાર વરસાદ
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તળાજાના ગ્રામ્ય વિસ્તાર પીઠલપુર, ગોપનાથ, ઉમરાળા, વલ્લભીપુર અને ઉમરાળા, વલ્લભીપુરમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં 2.5 ઈંચ, મહુવામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરાયા
ગીર સોમનાથના શિંગોડા ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. શિંગોડા ડેમમાં પાણીની આવક વધતા 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે. કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરાયા છે. લોકોને નદી કાંઠા આસપાસ અવર જવર ન કરવા સૂચના અપાઈ છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ