બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Was Reservation given only for 10 years? what Bhim rao Ambedkar said

આંબેડકર જયંતી / શું ખરેખર 10 વર્ષ માટે જ અનામત આપવા માંગતા હતા બાબા સાહેબ? જાણો આ દાવાનું શું છે સત્ય

Parth

Last Updated: 11:54 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambedkar Jayanti News: ઘણી વાર અમુક લોકો એવા દાવા કરે છે અનામત દસ વર્ષ માટે જ હતું (10 year reservation), આવો જાણીએ આ મુદ્દે બાબા સાહેબ આંબેડકરના શું હતા વિચાર

આજે બાબા સાહેબ આંબેડકરની જયંતી પર દેશ તેમને યાદ કરી રહ્યો છે અને કરોડો લોકો વંદન કરી રહ્યા છે. આજે દેશમાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પછાત વર્ગના કરોડો નવયુવાનો અનામતનો લાભ લઈને આગળ વધી રહ્યા છે, સાથે સમાજ અને દેશની પ્રગતિ માટે પણ કામ કરી રહ્યા છે ત્યારે ઘણી વખત સોશ્યલ મીડિયામાં અનેક લોકો એવી વાત ફેલાવતા હોય છે કે બાબા સાહેબ આંબેડકરે અનામત તો 10 વર્ષ માટે જ આપ્યું હતું. આવો જાણીએ શું છે સત્ય... 

અંગ્રેજોએ દલિતોને બે વોટનો અધિકાર આપ્યો 
સમગ્ર વાત જાણવા માટે તમારે આઝાદી પહેલાની ઘટના પૂના પેક્ટ વિશે જાણવું પડશે. 17 ઓગસ્ટ 1932ના રોજ અંગ્રેજોએ બાબા સાહેબ આંબેડકરની અમુક ભલામણને મંજૂરી આપી દીધી. અંગ્રેજોએ દલિતોને અલગ ઈલેકટોરલ કૉલેજ આપી, જેનો અર્થ છે કે સંસદ અને વિધાનસભામાં તેઓ પોતાના સદસ્ય ચૂંટી શકે. દલિત વ્યક્તિને બે વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો, એક વોટ તેઓ પોતાના પ્રતિનિધિને ચૂંટવા આપી શકે તથા બીજો વોટ સામાન્ય પ્રતિનિધિ માટે. 

ગાંધીજી થયા નારાજ, બાદમાં થયો પૂના પેક્ટ 
આ ભલામણને મંજૂરીની વાત ગાંધીજીને ખબર પડી ત્યારે તેમનો મત હતો કે આવું કરવાથી સવર્ણ અને દલિત સમાજ વચ્ચે તિરાડ વધી જશે. તેઓ માનતા હતા કે આ અંગ્રેજોની જ એક ચાલ છે, જેથી હિન્દુ ધર્મની અંદર તિરાડ પડે. ગાંધીજીએ યેરવડા જેલની અંદર જ ઉપવાસ શરૂ કરી દીધા, જે બાદ આખરે આંબેડકર સમજૂતી કરવા માટે તૈયાર થયા જેને પૂના પેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે અહીં તેઓએ આરક્ષિત બેઠકોની સંખ્યા 71થી વધારીને 148 કરવાની માંગ કરી, જે ગાંધીજીએ સ્વીકારી. પૂના પેક્ટ પર 24 સપ્ટેમ્બર, 1932ના રોજ સહી થઈ હતી. 

આઝાદી બાદ ફરી ઉઠ્યો અનામતનો મુદ્દો 
વર્ષ 1947માં દેશ આઝાદ થયો, બંધારણ બનાવવાની શરૂઆત થઈ. બાબા સાહેબ તે સમયે ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ હતા, જેથી તેમના માગરદર્શન હેઠળ કામ ચાલી રહ્યું હતું. બંધારણ બનાવવાની જવાબદારી બંધારણ સભાની હતી, સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતને મંજૂરી આપવામાં આવી. જોકે દલિતો માટે અલગ ઈલેકટોરલ કૉલેજ તથા લોકસભા-વિધાનસભામાં અનામતને લઈને બંધારણ સભામાં લાંબી ચર્ચા વિચારણાઓ ચાલી. બાદમાં બે પ્રસ્તાવ પર વોટિંગ કરવાંઆઆ આવ્યું જેમાં લોકસભા અને વિધાનસભાઓમાં અનામતને લીલી ઝંડી મળી ગઈ. 

શિક્ષણ-નોકરીમાં અનામત 10 વર્ષ રહેશે એવું ક્યારેય કહેવાયું નહોતું 
ભારતમાં ઘણા બધા નેતાઓ એવા દાવા કરતાં હોય છે કે બાબા સાહેબ માત્ર 10 વર્ષ માટે જ અનામત આપવા માંગતા હતા, જોકે હાર્વર્ડ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ અને પ્રોફેસર અનુરાભ ભાસ્કરે આ મુદ્દે એક રિસર્ચ કર્યું અને તેમણે રિસર્ચ પેપરમાં લખ્યું છે કે ડૉ ભીમ રાવ આંબેડકરે પોતાના જીવનકાળમાં ક્યારેય એવું નથી કહ્યું કે અનામત માત્ર 10 વર્ષ માટે આપવામાં આવશે. તેમણે ઘણી વખત કહ્યું કે અનામતને ટાઈમ લિમિટમાં બાંધી શકાય નહીં. સાથે જ તેમણે એક એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે રાજકીય આરક્ષણ (લોકસભા-વિધાનસભા) ની સમય સીમાને બંધારણમાં સંશોધન કરીને આગળ વધારવામાં આવશે. બાબા સાહેબના આ પ્રસ્તાવને 25 ઓગસ્ટ 1949ના રોજ મંજૂરી મળી ગઈ હતી. રિસર્ચ પેપર અનુસાર બાબા સાહેબે માત્ર રાજકીય અનામતને જ 10 વર્ષ બાદ રિવ્યુ કરીને વધારવાની વાત કરી હતી, સરકારી નોકરીઓમાં અનામતને કોઈ જ સમય સીમામાં બાંધ્યું હતું નહીં. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ