બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Want to lose weight but can't follow a strict diet plan? Consume these things to reduce obesity

હેલ્થ ટિપ્સ / વજન ઓછું કરવું છે પણ સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા? સ્થૂળતા ઓછી કરવા આ વસ્તુઓનું કરો સેવન

Megha

Last Updated: 08:41 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઓછું કરવા માટે  જો તમે એક સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા તો યોગ્ય એ જ રહેશે કે થોડો એવો આહાર લો, જે ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે.

  • મોટા ભાગના લોકો મેદ‌સ્વિતાની ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યા
  • સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા તો આવો આહાર લો 
  • વજન ઘટાડવાના મહાઅભિયાનમાં આ વસ્તુઓનું સેવન જરૂર કરો

આજના યુગમાં મોટા ભાગના લોકો મેદ‌સ્વિતાની ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગની વ્યક્તિઓને વજન ઓછું કરવા માટે આહાર કન્ટ્રોલમાં કરવા કરતાં વ્યાયામ અને વર્કઆઉટ કરવાનું વધુ સરળ લાગે છે, પરંતુ એ બહુ અઘરું પડે છે. જો તમે એક સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા તો યોગ્ય એ જ રહેશે કે થોડો એવો આહાર લો, જે ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે છે. વજન ઘટાડવાના ‘મહાઅભિયાન’માં અહીં જણાવેલી વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ.

- સફરજન:
આ ફળને ખાઇ માત્ર વજન જ કન્ટ્રોલ નહીં થાય, સ્વાસ્થ્ય પણ જળવાશે. ઓફિસથી નીકળતાં પહેલાં સવારે એક સફરજનને દહીં કે સ્કિમ્ડ મિલ્ક સાથે મિક્સ કરી ખાઓ. સફરજનમાં પુષ્કળ માત્રામાં રેસા હોય છે અને તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું કરે છે, તેમાં પેક્ટિન હોય છે, જે શરીરમાંથી વધારાનાં પાણી અને ચરબીને શોષી લે છે.

- સાઇટ્રસ ફ્રૂટ: 
કોઇ ઝંઝટ વગર જો વજન ઓછું કરવું હોય તો સાઇટ્રસ ફ્રૂટ કરતાં સારો ઓપ્શન કોઇ નથી. આવા ફ્રૂટમાં વિટામિન-સી ભરપૂર હોય છે, જે શરીરની કેલરી બાળે છે. તમે લીંબુ, સંતરાં, મોસંબી જેવાં ફળને ડાયટમાં સામેલ કરો.

- ગ્રીન ટી: 
ગ્રીન ટી કોફી કરતાં વધુ અસરકારક હોય છે, જેનાથી વજન ઘટાડી શકાય છે. તેનાથી ભૂખને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. વેઇટ લોસ સિવાય તેનાથી સ્કિન અને વાળને પણ ફાયદો થાય છે. જો સ્ટ્રેસના કારણે તમારા વાળ ખરી રહ્યા હોય તો ગ્રીન ટી પીવી ફાયદાકારક રહેશે.

- બદામ: 
ઘણા લોકોનું માનવું છે કે નટ્સ શરીરનું વજન વધારે છે. બદામ, અખરોટ, એપ્રીકોટમાં હેલ્ધી ફેટ અને સારું કોલેસ્ટ્રોલ હોય છે. એક મુઠ્ઠી બદામ ખાવાથી ભૂખ કન્ટ્રોલ થશે અને તમારું પેટ ભરાઇ જવાથી તમે અન્ય ભોજન લેવાનું ટાળશો.

- ઇંડાં:
ઇંડાં શરીરનું વજન ઘટાડવા માટે સંપૂર્ણ સક્ષમ છે. સવારના નાસ્તામાં ઈંડાંનો સમાવેશ કરો, આનાથી તમારું પેટ ભરાઇ જશે. તમે ઇચ્છો તો તેને ઉકાળી ખાઇ શકો છો કે પછી લો ફેટ ઓઇલમાં પણ બનાવી શકો છો. આ સિવાય તેને સ્કિમ્ડ મિલ્કમાં નાખી પીવાથી વધારાનું વજન ઓછું થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ