બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Want to avoid visible aging? So follow these Ayurvedic tips

સ્વાસ્થ્ય / શરીર પર દેખાતી વધારે ઉંમરથી બચવું છે? તો અપનાવો આ આયુર્વેદિક ટિપ્સ, ઘડપણ નહીં આવે!

Pooja Khunti

Last Updated: 01:05 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદમાં જણાવવામાં આવેલ અમુક એવા નિયમો જે સદીઓથી માણસને સ્વસ્થ, સુંદર અને લાંબા સમય માટે જવાન રાખે છે.

  • વાત, પિત્ત અને કફનો સીધો સંબંધ ખાનપાન સાથે છે
  • તમારા સ્વાસ્થ્ય માટે લીવર ખૂબ જરૂરી ભૂમિકા ભજવે છે
  • તમારે વધુ પ્રમાણમાં ફાયબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ

જવાન અને સુંદર દેખાવાની ઈચ્છા કોની ન હોય, પરતું કોઈ વ્યક્તિ આ જીવન જવાન ન રહી શકે. જેમ-જેમ ઉંમર વધવા લાગે છે તેમ-તેમ શરીર પર કરચલીઓ, ફાઇન લાઇન્સ, ત્વચાની ચમક ઓછી થવી અને ચામડી ઠીલી થવા લાગે છે. એક ઉંમરે વૃદ્ધાવસ્થા નક્કી જ છે. તેની તે પ્રક્રિયાને પણ રોકી શકાય નહીં. પરતું શું તમે જાણો છો આ પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. 

આયુર્વેદ
આયુર્વેદમાં જણાવવામાં આવેલ અમુક એવા નિયમો જે સદીઓથી માણસને સ્વસ્થ, સુંદર અને લાંબા સમય માટે જવાન રાખે છે. આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે તમારી દિનચર્યા અને ખાનપાનની સાથે વાત, પિત્ત અને કફ પર ધ્યાન આપવામાં આવે છે. વાત, પિત્ત અને કફનો સીધો સંબંધ ખાનપાન સાથે છે. 

વિટામિન C
આયુર્વેદ પ્રમાણે દરરોજ ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. વિટામિન C થી બનેલી આ ડિટોક્સ ડ્રિંક પેટ અને ત્વચાને સાફ કરે છે. વિટામિન C માં એવા ગુણ હોય છે, જે વૃદ્ધાવસ્થાને રોકી શકે છે. આ સાથે તે શરીરને ઝેરી તત્વોથી મુક્તિ આપે છે. 

લીલા શાકભાજી અને ફળોનું સેવન
તમારા સ્વાસ્થ્ય માટે લીવર ખૂબ જરૂરી ભૂમિકા ભજવે છે. લીવર શરીરમાંથી ઝેરી પદાર્થને સાફ કરવાનું કામ કરે છે. તેથી આયુર્વેદ મુજબ તમારે લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. જે લીવરને સ્વસ્થ રાખે છે. સારા સ્વાસ્થ્ય માટે અને લાંબા સમય સુધી જવાન રહેવા માટે તમે જે ખોરાક ખાવ છો તે સારી રીતે પાચન થઈ જાય અને તમારું પેટ પણ સાફ રહે તે જરૂરી છે. તમારે વધુ પ્રમાણમાં ફાયબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. 

વાંચવા જેવું: સુતા પહેલા આટલું કામ કદી નહીં પાડે બીમાર, મળશે ગજબના લાભ, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

ઊંઘ 
સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ