બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Virat, the hero of victory, defeated Pakistan in a thrilling match between India and Pakistan
Last Updated: 06:09 PM, 23 October 2022
ADVERTISEMENT
વિજયનો હિરો 'વિરાટ'
મેલબોર્નમાં રમાયેલી શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું છે. ભારતની આ જીતનો હીરો હતો વિરાટ કોહલી. કિંગ કોહલીએ માત્ર 53 બોલમાં ધડાધડ 82 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા જ્યારે ભારતે છેલ્લા બોલે સુધી ઈનિંગલ રમી અને જીત મેળવી છે.

ADVERTISEMENT
હાર્દિક અને કોહલીએ બાજી સંભાળી
31 રનમાં ચાર વિકેટ પડી જતા ચિંતાનો વાદળો છવાયા હતા પરંતુ ત્યાર બાદ આવેલી હાર્દિક અને કોહલીની જોડીએ બાજી સંભાળી હતી અને 50 રનની ભાગીદારી કરી હતી.

ADVERTISEMENT
પાકિસ્તાને આઠ વિકેટે બનાવ્યાં હતા 159 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સૌથી વધુ અણનમ 52 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે, ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, છેલ્લી ત્રણ ઓવરમાં પાકિસ્તાનની ટીમે 34 રન જોડ્યા હતા, જેના કારણે તેઓ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યા હતા પરંતુ ભારતીય બોલરના તરખાટ સામે પાકિસ્તાની ક્રિકેટરો ઘૂંટણીએ પડી ગયા હતા.
Turning back time! The chase master @imVkohli is back and what a match to showcase his skills. What a game we have witnessed today!
Congratulations #TeamIndia 🇮🇳#INDvsPAK2022 @BCCI @ICC pic.twitter.com/3C0lU8zXfY
ADVERTISEMENT
— Jay Shah (@JayShah) October 23, 2022
ADVERTISEMENT
અર્શદીપ-હાર્દિકે ઝડપી 3-3 વિકેટ
મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવીને પાકિસ્તાની ખેલાડીઓને ઘૂંટણીયે પાડી દીધા હતા. ભારત વતી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
પાકિસ્તાનને ચાર ઓવરમાં માત્ર 15 રન થયા હતા.
પાકિસ્તાની કેપ્ટન ખાતુ ખોલાવ્યા વગર જ પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યા હતા. અંદર તરફ આવી રહેલી બોલે બાબરને ચકમો દઈ ગઈ હતી. જે બાદ પાકિસ્તાની ટીમ આ ઝટકામાંથી તો બહાર નીકળી જ ન હતી ત્યા જ ચોથી ઓવરમાં અર્શદીપે બીજા ઓપનર એટલે કે ઈન ફોર્મ મોહમ્મદ રિઝવાનને પણ જાળમાં ફસાવી દીધો હતો. આ રીતે પાકિસ્તાનનો સ્કોર 4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને માત્ર 15 રન થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.