બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / virat kohli one handed catch ravindra jadeja praises india vs west indies

વખાણ / વિરાટ કોહલીનો કેચ જોઈ રવીન્દ્ર જાડેજા પણ હક્કાબક્કા, આ ફરિયાદનો અંત પૂરી થઈ ઈચ્છા, જુઓ વીડિયો

Kishor

Last Updated: 10:06 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચમાં કોહલીએ 18 મી ઓવરના ચોથા બોલમાં રોમારીયો શેફર્ડનો એક હાથે જબરદસ્ત કેચ પકડી લીધો હતો. જેના જાડેજા એ વખાણ કર્યા હતા.

  • વિરાટ કોહલીએ શાનદાર કેચ ઝડપી લીધો હતો. 
  • રવિન્દ્ર જાડેજાએ કર્યા ખૂબ વખાણ 
  • ગિલના પણ વખાણ કરી જાડેજાએ સંતોષ વ્યકત કર્યો

ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર કેચ ઝડપી લીધો હતો. જેના રવિન્દ્ર જાડેજાએ ખૂબ વખાણ કર્યા હતા. મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજાએ મેચ દરમિયાન અસંખ્ય એવા કેચ ઝડપી પાડ્યા છે. જે પ્રથમ નજરે અશક્ય લાગતા હોય! ત્યારે રવિન્દ્ર જાડેજાને એ વાતનો રંજ પણ હતો કે તેના જેવો કેચ તેની ઓવરમાં કોઈ પકડી ન શકે! જેના આ રંજને વિરાટ કોહલીએ પૂર્ણ કરી દીધો હતો અને તેમણે અશક્ય ગણાતો કેચ સેકન્ડથી પણ ઓછા સમયમાં ઝડપી પાડ્યો હતો. આ કેચને જોઈ રવિન્દ્ર જાડેજાની ચાર આંખો થઈ ગઈ હતી અને મેચ બાદ તેમણે કોહલીના મુક્તમને વખાણ કર્યા હતા.

કોહલી અને શુભમન ગિલે જે કેચ પકડી પાડ્યો...

રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે દર વખતે તે અન્ય બોલરની બોલીંગ દરમિયાન અનેક શાનદાર કેચ પકડતો હોય છે. પરંતુ તેની બોલિંગમાં આવો આનોખો કેચ ઝડપી લેતા તેને રાજીપો વ્યક્ત કર્યો હતો. તેના બોલ પર શુભમન ગિલે પણ કેચ પકડી લીધો હતો. બંનેના વખાણ કરતા જાડેજા એ કહ્યું કે કોહલી અને શુભમન ગિલે જે કેચ પકડી પાડ્યો છે. તેનાથી બોલરોનો ઉત્સાહ વચ્ચે છે.

વન-ડેમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી

મહત્વનું છે કે કોહલીએ 18 મી ઓવરના ચોથા બોલમાં રોમારીયો શેફર્ડનો એક હાથે જબરદસ્ત કેચ પકડી લીધો હતો. તે જ ઓવરમાં બીજા બોલ પર ગિલે રોવમેન પોવેલનો કેચ પકડ્યો હતો. નોંધનીય છે કે જાડેજા એ પ્રથમ વન-ડેમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો કુલદીપ યાદવે છ રન આપીને ચાર વિકેટ ઝડપી લીધી હતી. વધુમાં પાંચ વિકેટે ભારતે મેચ જીતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ