બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / VIDEO: Youths protest not playing national anthem before movie 'The Kashmir Files' at Surat's Rajhans Cinema

જન ગણ મન.. / VIDEO: સુરતના રાજહંસ સિનેમામાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' પહેલા રાષ્ટ્રગાન ન વાગતા યુવાનો વિફર્યા

Vishnu

Last Updated: 04:52 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત કામરેજના રાજહંસ સિનેમામાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન ન વાગતા યુવાનોએ વિરોધ કર્યો હતો

  • સુરતના કામરેજમા રાજહંસ સિનેમામાં થયો હોબાળો
  • ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન ન વાગતા યુવાનોએ કર્યો વિરોધ
  • 30 મિનિટ સુધી ફિલ્મ બંધ કરાવી કર્યો વિરોધ
  • સિનેમા સંચાલકોએ યુવાનો સાથે લાંબી રકઝક બાદ શરૂ કર્યું રાષ્ટ્રગાન

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી નિર્મિત ઘ કશ્મીર ફાઇલ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કશ્મીરી -પંડિતોના નરસંહાર ઉપર બનેલી આ જોવા યુવાનોના તાળે તાળા થિયેટરોમાં ઉમટી પડ્યા છે. ત્યારે સુરતના કામરેજમા રાજહંસ સિનેમામાં ફિલ્મ શરૂ થાય તે પહેલા જ મોટો હોબાળો થયો હતો. ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન ન વાગતા યુવાનોએ જોરદાર વિરોધ કર્યો હતો અને થિયેટરની અંદર જ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. સિનેમા સંચાલકોએ યુવાનો સાથે લાંબી રકઝક કરી હતી જેથી 30 મિનિટ સુધી ફિલ્મ બંધ કરવી પડી હતી. થિયેટર જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આખરે રાષ્ટ્રગાન વગાડી ફિલ્મ ફરી શરૂ કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. 

શું છે નિયમ?
2019માં થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ફેરફાર કર્યો હતો.સુપ્રીમે કહ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવું જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવેમ્બર 2016એ સુપ્રીમ કોર્ટે એવો આદેશ ફરમાવ્યો હતો કે દેશભરના બધા જ સિનેમાગૃહોમાં ફિલ્મની રજૂઆત અગાઉ રાષ્ટ્રગીત રજૂ કરવું હવેથી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે તેના આ આદેશમાં 2019માં સુધારો કર્યો હતો. જ્યારે સરકારે આ આદેશ અંગે ફેરવિચારણા કરવાની દાદ માગતી એફિડેવિટ રજૂ કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ જારી કર્યો હતો. સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે સરકાર આંતર મંત્રાલય સમિતિની રચના કરશે. આ સમિતિ રાષ્ટ્રગીત ગાવા અથવા વગાડવાને લગતાં તમામ પાસાથી છણાવટ કરશે. સમિતિની ભલામણો મળ્યા પછી જરૂર જણાશે તો સરકાર આ અંગે જરૂરી નોટિફિકેશન અથવા સરક્યુલર બહાર પાડશે તો જ થિયેટરમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન વગાડવું ફરજિયાત હશે. 

ધ કશ્મીર ફાઈલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન 
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં કશ્મીરની એ હકીકત બતાવી છે, જે જોતા ઘણા લોકોનું હૃદય થંભી જશે. 90નાં દશકમાં કશ્મીરી પંડિતોને ભાગાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન ત્યાના લોકો પર અજીબ ભૂત સવાર હતું. ભારતમાં આ ફિલ્મ માત્ર 630 સ્ક્રીન્સ પર જ રિલીઝ કરવામાં આવી હતી, ધ કશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે ત્રણ દિવસની અંદર જ 27.15 કરોડનો બીઝનેસ કર્યો છે.અને રિલીઝનાં ચાર દિવસોમાં જ આ ફિલ્મની કુલ કમાણી 43.04 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ધ કશ્મીર ફાઈલ્સે રવિવારે એટલે કે રજાનાં દિવસે 15.10 કરોડનું કલેક્શન કર્યું અને વર્કિંગ ડે હોવા છતાંય સોમવારે આ ફિલ્મે 15.05ની કમાણી કરી. 

કંગનાએ સાધ્યો બોલિવુડ પર નિશાનો 
ધ કશ્મીર ફાઈલ્સ જોઇને થીએટરની બહાર નીકળતા જ કંગના રનૌતે જે અંદાજમાં પોતાની વાત સામે રાખી છે, તેના લોકો વખાણ કરી રહ્યા છે. કંગના કહે છે કે ફિલ્મની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન....બોલિવુડનાં પાપ.....આજે આ બધા લોકોએ મળીને એ બધા પાપો ધોયા છે. એટલી સરસ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એટલી વખાણવાલાયક છે કે બધા ઈંડસ્ટ્રીકનાં લોકો જે છુપાયેલા છે પોતાના દરોમાં ઉંદરોની જેમ....તેમણે નીકળીને બહાર આવવું જોઈએ. આ ફિલ્મને પ્રમોટ કરવી જોઈએ. બકવાસ ફિલ્મોને પ્રમોટ કરે છે....આ સારી ફિલ્મને પ્રમોટ કરો. 

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ