બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / video viral on social media fire broke out in the marriage hall people kept eating

ગજબ છે લોકો! / પેટની આગ પહેલા હોં ભાઈ! આખો મેરેજ હૉલ સળગી ગયો તો પણ લોકો ખાતા રહ્યા, જુઓ VIDEO

Arohi

Last Updated: 03:46 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર યુઝર્સ પુછી રહ્યા છે કે કોઈ પણ આટલું અસંવેદનશીલ કેમનું હોઈ શકે?

  • આગથી મોટી પેટની ભૂખ
  • મેરેજ હોલમાં લાગી ભીષણ આગ 
  • છતાં ભોજન કરતા રહ્યા લોકો 

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી છે પરંતુ ત્યાં રહેલા લોકો પર તેની કોઈ અસર નથી થઈ રહી. લોકો તેમ છતાં મજાથી ભોજન કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મહારાષ્ટ્રના ઠાણેનો છે. રવિવારની મોડી રાત્રે ઠાણેના અંસારી મેરેજ હોલમાં આગ લાગી હતી. આગના કારણે મેરેજ હોલમાં ખૂબ જ નુકસાન થયું હતું. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થવા કે મૃત્યુ પામવાની ખબર સામે નથી આવી. જ્યારે મેરેજ હોલમાં આગ લાગી તો મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. 

આગ લાગી હોવા છતાં ભોજન કરતા રહ્યા લોકો 
વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે મેરેજ હોલમાં ભયાનક આગ લાગ્યા હોવા છતાં ત્યાં હાજર લોકો ભોજન કરી રહ્યા છે. મોટાભાગના લોકો એમ ઈચ્છી રહ્યા હતા કે એ પહેલા કે આગ વધારે ફેલાય તે પોતાનું ભોજન કરીને નિકળી જાય. સોશિયલ મીડિયા પર યુઝર આ લોકોની આલોચના કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ આટલું અસંવેદનશીલ કઈ રીતે હોઈ શકે? 

આગથી મોટી છે પેટની ભૂખ...

આખો મંડપ બળીને રાખ થઈ ગયો 
મહત્વનું છે કે મેરેજ હોલમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે થોડા સમયમાં આખો મંડપ બળીને રાખ થઈ ગયો હતો. તે સમયે રેસ્ક્યૂ કરીને દુલ્હી અને દુલ્હનને બચાવવામાં આવ્યા હતા. સમય રહેતા બાકી લોકોને પણ ત્યાંથી કાઢી લેવામાં આવ્યા હતા. 

ખૂબ મહેનત બાદ કાબુમાં આવી આગ 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગને કાબુમાં કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. ફાયર બ્રિગેડની 6 ગાડિઓ આગ પર કાબુ મેળવવામાં લાગેલી હતી. આગને કાબુ કરવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો. જોકે અત્યાર સુધી જાણકારી નથી મળી કે આગ કયા કારણે લાગી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ