બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / VIDEO: The sky echoed with fireworks, tremendous banging with drums, Muslim community in Surat also joined in the celebration.

જીતની ઉજવણી / VIDEO: આકાશ આતશબાજીથી ગુંજી ઉઠ્યું, ઢોલ નગારા સાથે જબરદસ્ત કિલ્લોલ, સુરતમાં મુસ્લિમ સમાજ પણ ઉજવણીમાં જોડાયો

Vishal Khamar

Last Updated: 09:26 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય થયો છે. ત્યારે અમદાવાદમાં ભારતની જીતની જોરદાર ઉજવણી થઈ છે. ભારતને વિજય થતા લોકોએ આ વિજયને વધાવી લીધો હતો. ત્યારે આતિશબાજી કરી લોકોએ ભારતની જીતની ઉજવણી કરી હતી.

  • વર્લ્ડકપની મેચમાં ભારતનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય
  • ભારતની જીત બાદ અમદાવાદમાં લોકોએ આતિશબાજી કરી
  • અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી મેચ

 

છેલ્લા ઘણા દિવસથી ભારત-પાકિસ્તાન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમજ દેશનાં ખૂણે ખૂણેથી લોકો મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું હતું.  ભારત જીતતાની સાથે જ લોકોએ ઉજવણી શરૂ કરી હતી. અમદાવાદમાં ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડી ઉત્સાહ સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી.  

ભારતે પાકિસ્તાને સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી 
વર્લ્ડકપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું છે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાને સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે.  વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ રમત રમીને માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે 30.3 ઓવરમાં એટલે કે 117 બોલ બાકી રહેતા સાત વિકેટે લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ માત્ર 63 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન હિટમેને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી હતી. તે 53 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા બોલિંગમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય બોલરો સામે પાકિસ્તાનની ટીમ ઘૂંટણીએ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતીય બોલરો સમક્ષ આત્મસમર્પણ કર્યું. બેટ્સમેનો માટે મદદરૂપ બનેલી આ પીચ પર ભારતીય બોલરોએ યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરી અને સમગ્ર પાકિસ્તાની ટીમને 191 રનમાં સમેટી દીધી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા.  જ્યારે રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય તમામ બેટ્સમેનો 'તુ ચલ મેં આયા'ની તર્જ પર આઉટ થયા હતા. પાકિસ્તાને છેલ્લી આઠ વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી. 

પાકિસ્તાન માટે સારી શરૂઆત
પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે સારી શરૂઆત કરી હતી. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા હતા અને ટીમ સારા સ્કોર તરફ આગળ વધી રહી હતી. આવી સ્થિતિમાં રોહિતે સિરાજ સાથે એક પ્લાન બનાવ્યો અને અબ્દુલ્લા શફીકને શોર્ટ બોલ માટે તૈયાર કર્યો. આ પછી સિરાજે તેના પગ પર બોલિંગ કર્યો અને શફીકની વિકેટો સામે જ કેચ થઈ ગયો. આ પછી હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને પણ પેવેલિયન મોકલી દીધો હતો. 73 રનમાં બે વિકેટ પડી ગયા બાદ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર સ્થિર થયા હતા. બંનેએ સારી ભાગીદારી કરી અને પાકિસ્તાનના સ્કોરને 150 રનથી આગળ લઈ ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ