બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / VIDEO in state dinner pm modi bursts into laughter as joe biden recounts his grandfathers advice

PM Modi In USA / VIDEO: ગ્લાસમાં આલ્કોહોલ ન હોવા પર બાયડને કરી રમૂજ, ખખડીને હસી પડ્યા PM મોદી

Arohi

Last Updated: 11:21 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In USA: White Houseના ભવ્ય સ્ટેટ ડિનરના અતિથિ યાદીમાં બિઝનેસ, ફેશન અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ હાજરી આપી હતી.

  • White Houseમાં આયોજીત કરવામાં આવ્યો ભવ્ય કાર્યક્રમ 
  • કાર્યક્રમમાં બિઝનેસ, ફેશન અને મનોરંજનના દિગ્ગજોએ આપી હાજરી 
  • ગ્લાસમાં આલ્કોહોલ ન હોવા પર બાયડને કરી આવી રમૂજ

વ્હાઈટ હાઈસમાં સ્ટેટ ડિનર વખતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે હળવાસના મૂડમાં જોવા મળ્યા. મહત્વની વાત એ છે કે બન્ને નેતા આલ્કોહોલનું સેવન નથી કરતા અને રાષ્ટ્રપતિ બાઈડને દારૂના વગર ટોસ્ટ આપવાની પોતાની દાદાની સલાહને કાર્યક્રમમાં હાજર લોકો સાથે શેર કરી. 

લગભગ 400 મહેમાનોની ખાસ સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ બાઈડને પોતાના દાદા એમ્બ્રોસ ફિનનેગનના શબ્દોને યાદ કર્યા. ફિનનેગન કહેતા હતા કે જો તમે ટોસ્ટ આપો છો અને તમારા ગ્લાસમાં આલ્કોહોલ નથી તો તમે ગ્લાસને પોતાના ડાબા હાથમાં રાખવો જોઈએ. તમે બધા વિચારી રહ્યા હશો કે હું મજાક કરી રહ્યો છું. પરંતુ આ હકીકત છે. 

ખડખડાટ હસી પડ્યા PM મોદી 
બાઈડના આ શબ્દોને જ્યારે ટ્રાન્સલેટરે હિંદીમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં હાજર દર્શક હસી પડ્યા. બાઈડનની આ વાત સાંભળીને PM મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા. આ મનોરંજક કિસ્સાએ આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં શામેલ લોકોને હસવા પર મજબૂર કરી દીધા.

પોતાનો આભાર વ્યક્ત કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું, જિલ અને મેં પ્રધાનમંત્રી મોદીની સાથે એક અદ્ભૂત સમય પસાર કર્યો છે. આજે રાતે અમે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે મિત્રતાના મહાન બંધનનું સેલિબ્રેશન કરીએ છીએ. 

PM મોદીએ કર્યો ધન્યવાદ 
પ્રધાનમંત્રી મોદીએ રાત્રિભોજનની મેજબાની કરવા અને પોતાના ઘરમાં તેમનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનને ધન્યવાદ આપતા તેમની સરાહનાનો જવાબ આપ્યો છે. તેમણે રાત્રિભોજન માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની યાત્રાની સફળતા સુનિશ્ચિત કરવા માટે ફર્સ્ટ લેડી જિલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના વખાણ કર્યા. PM મોદીએ કહ્યું, કાલે સાંજે તમે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલી દીધા. આ મારા માટે સન્માનની વાત છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ સાંજ અમારા બન્ને દેશોના લોકોની ઉપસ્થિતિથી ખાસ બની ગઈ છે. તે અમારી સૌથી કિમતી સંપત્તિ છે. તેમણે આ વાત પર ભાર આપ્યો કે ઉપસ્થિત અતિથિ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની વચ્ચે ગતિશીલ અને ઉર્જાવાન સંબંધોની સાથે સાથે તેમના અંદર હાજર અપાર સંભાવનાઓનું પ્રતીક છે. 

કોણ કોણ રહ્યું હતું ડિનરમાં હાજર? 
વ્હાઈટ હાઉસના ભવ્ય ડિનરમાં બિઝનેસ, ફેશન અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો શામેલ થયા હતા. ઉપસ્થિત લોકોમાં પ્રસિદ્ધ ડિઝાઈનર રાલ્ફ લોરેન, ફિલ્મ મેકર અમ.નાઈટ શ્યામલન અને ટેનિસના દિગ્ગજ બિલી જીન કિંગ સામેલ થયા હતા. Apple, Google અને Microsoft જેવી કંપનીઓના લીડર્સ પણ આ અવસર પણ હાજર રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ