બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Vasundhara raje sindhiya talked with JP Nadda over a call to make her CM of Rajasthan for a year, source

રાજનીતિ / શું ખરેખર વસુંધરા રાજે 1 વર્ષ માટે બનવા ઇચ્છે છે રાજસ્થાનના CM? ઘુમાવ્યો ભાજપ અધ્યક્ષને ફોન!

Vaidehi

Last Updated: 03:44 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રો અનુસાર વસુંધરા રાજે સિંધિયાની ભાજપ અધ્યક્ષ જે.પી. ન઼ડ્ડા સાથે ફોન પર વાત થઈ છે. આ દરમિયાન વસુંધરાએ નડ્ડાને નિવેદન કર્યું છે કે તેમને એક વર્ષ માટે CM બનાવવામાં આવે...

  • શું વસુંધરા રાજે બનશે રાજસ્થાનનાં નવા CM?
  • વસુંધરા રાજેએ જે.પી નડ્ડા સાથે ફોન પર વાતચીત કરી
  • સીએમ પદ તેમને સોંપવા અંગે વાતચીત કરી હોવાની માહિતી

ભારતીય જનતા પાર્ટીની નેતા અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ પાસે અનોખી માંગ કરી છે. સૂત્રો અનુસાર વસુંધરા રાજે સિંધિયાએ પાર્ટીનાં નેતૃત્વ પાસે 1 વર્ષ માટે રાજસ્થાનનાં CM બનાવવાની માંગ કરી છે. આ બાદ તેઓ પોતે જ પદ છોડી દેશે. જો કે આ સાથે જ સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે પાર્ટી નેતૃત્વે તેમને સ્પીકર બનાવવા અંગે વાત કરી હતી. જો કે તેમણે સ્પીકર બનવાનાં પાર્ટીનાં પ્રસ્તાવનો સ્વીકાર નથી કર્યો.

જે.પી. નડ્ડા સાથે ફોન પર વાતચીત?
સૂત્રો અનુસાર રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે કે તેમને એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવામાં આવે. આ સાથે જ વસુંધરા રાજેએ નડ્ડાને અન્ય ધારાસભ્યો સાથે અલગથી મુલાકાત ન કરવા સલાહ આપી છે. માહિતી અનુસાર ગઈકાલે રવિવારે વસુંધરા રાજેએ જે.પી.નડ્ડા સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારે નડ્ડાએ તેમને સ્પીકર બનાવવાની વાતનો પ્રસ્તાવ મુક્યો હતો જેને વસુંધરાએ નકાર્યો હતો.

CMની જાહેરાતમાં આટલો વિલંબ શા માટે?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 સીટ મેળવી અને બહુમતનો આંકડો મેળવ્યો હતો.  ચૂંટણીનાં પરિણામોનાં એક અઠવાડિયા બાદ પણ ભાજપે મુખ્યમંત્રીનાં નામનું એલાન નથી કર્યું. કદાચ ભાજપને ભય છે કે નામનાં એલાનની સાથે પાર્ટીની અંદર ઝઘડા થઈ શકે છે જેના પરિણામો પાર્ટીએ ભોગવવા પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ