બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Valsad district Congress leader Naresh Bavi joined BJP

લોકસભા ચૂંટણી 2024 / વલસાડ કોંગ્રેસમાંથી મોટી વિકેટ ખરી, વારલી સમાજ પર હતી પકડ, બીજી બાજુ નારણ રાઠવા કોંગ્રેસ પર બગડ્યા

Vishal Khamar

Last Updated: 03:23 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ ભાજપમાં જોયડાયેલા નારણ રાઠવાએ મોટું નિવેદન આપ્યું છે. નારણ રાઠવાએ કોંગ્રેસની ન્યાય યાત્રા પર નિશાન સાધ્યું હતું.

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાએ મોટું નિવેદન આપ્યું હતું. વડોદર જીલ્લા ભાજપ કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છે. નારણ રાઠવાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ ઓછી ભીડ હતી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર નહી થાય. છોટાઉદેપુરમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. છોટાઉદેપુરમાં ભાજપ જેને પણ ઉમેદવાર બનાવશે તેના માટે મહેનત કરીશું. 

નરેશ વળવી ઉમરગામ વિસ્તારમાં વારલી સમાજનું જાણીતું નામ 
વલસાડમાં વધુ એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. જીલ્લા કોંગ્રેસના અગ્રણી નરેશ વળવી ભાજપમાં જોડાશે. નરેશ વળવી ઉમરગામ વિસ્તારમાં વારલી સમાજનું જાણીતું નામ છે. તેઓ નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ભાજપમાં જોડાશે. તેમજ અગાઉ ઉમરગામ પ્રમુખ સહિત કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયા હતા. 

થોડા સમયે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા હતા

થોડા સમય પહેલા જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ રાજીનામું  આપી દેતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે આજે વિધિવત રીતે બંને નેતા પોતાનાં ટેકેદારો ખાતે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે. 

ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેર

  • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ
  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ
  • અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ
  • બારડોલીથી સિધાર્થ ચૌધરીને મળી ટિકિટ
  • વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
  • પોરબંદરથી લલિત વસોયાને મળી ટિકિટ
  • કચ્છથી નીતિશ લાલણને ટિકિટ મળી 

કોંગ્રેસ જામનગરનાં ઉમેદવાર જાહેર કરશે

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ગત રોજ ગુજરાતની લોકસભા સીટનાં વધુ 7 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. આજે કોંગ્રેસ દ્વારા મોડી સાંજે જામનગર લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા જામનગર લોકસભા બેઠક પર જે.પી. મારવિયા હાલ જીલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ફોન પર જાણકારી અપાઈ છે. જે.પી.મારવિયા જીલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા.

વધુ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને આપ્યો ઝટકો, હંગામી જામીન અરજી ફગાવી, હાર્ટ રેટનું કારણ નકાર્યું

કોની કોની વચ્ચે જામશે જંગ
બનાસકાંઠા
ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે

અમદાવાદ 
ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામશે

બારડોલી 
ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી ચૂંટણી લડશે

પોરબંદર
ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે

કચ્છ
ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ