બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / Vadodara's MS University got into controversy over Commerce placements

વડોદરા / MS યુનિવર્સિટી ફરી વિવાદમાં: કોમર્સના 27 વિદ્યાર્થીઓને અપાઈ ઉઘરાણીની નોકરી, કારણ મોનિટરિંગનો અભાવ

Malay

Last Updated: 09:48 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS University in controversy: વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સના પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઘરાણીની નોકરી અપાતા ભારે વિવાદ સર્જાયો છે.

 

  • MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી
  • 27 વિદ્યાર્થીઓને અપાઈ ઉઘરાણીની નોકરી
  • વિદ્યાર્થીઓ હવે ઉઘરાણી કરશે?

વડોદરાની MS યુનિવર્સિટી કોમર્સના પ્લેસમેન્ટને લઈ વિવાદમાં આવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્લેસમેન્ટમાં કોમર્સના 27 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિટ્યુટિવના નામે રિકવરીની નોકરી આપતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના 27 જેટલા વિદ્યાર્થીઓને ઉઘરાણીની નોકરી અપાઈ છે. જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે.

MS યૂનિ.માં બહુ ગાજેલા ભરતી કૌભાંડ મામલે એક્શન મોડમાં સરકાર, તાબડતોબ જુઓ  શું લીધો નિર્ણય | The government in action mode in the case of the  much-hyped recruitment scam in MS Uni.

યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે કેમ્પસ પ્લેસમેન્ટ
મળતી માહિતી અનુસાર, એમ.એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યાં છે. કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત 2 દિવસ અગાઉ યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા.

27 વિદ્યાર્થીઓને અપાઈ રિકવરીની જોબ 
આ  પ્લેસમેન્ટમાં ખાનગી ફાઇનાન્સ કંપનીએ કોમર્સના 27 વિદ્યાર્થીને કલેક્શન એક્ઝિક્યુટિવના નામ હેઠળ રિકવરી(ઉઘરાણી)ની નોકરી આપી છે. એટલે કે 27 વિદ્યાર્થીઓની કલેક્શન એક્ઝિક્યુટિવની નોકરી માટે પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના કેમ્પસમાં કઈ કંપની પ્લેસમેન્ટ માટે આવી તેનું મોનિટરિંગ થયું ન હતું. યુનિવર્સિટીએ મોનિટરિંગ ન કરતા ફાયનાન્સ કંપનીએ નોકરી આપી દીધી. ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિક્યુટિવના નામે રિકવરીની નોકરી આપી છે. નોકરી ઓફર કરનારી ફાયનાન્સ કંપની વિદ્યાર્થીઓ પાસે રિકવરીનું કામ કરાવશે. જે બાદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની ભારે ટીકા થઈ રહી છે. કારણ કે આવી નોકરી માટે કેમ્પસ બહાર કંપની દ્વારા પસંદગી કરાતી હોય છે, પણ ફાયનાન્સ કંપની દ્વારા ફેકલ્ટીમાં આવીને રિકવરીની નોકરી અપાઈ હતી. 

MS યુનિવર્સિટીમાં પહેલા જ દિવસે ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં મારામારી, બીજી તરફ  ઑનલાઇન ક્લાસ ચાલુ રાખવા તીવ્ર માંગ | Vadodara MS University AGSG ABVP  Controversy Offline ...

આવી પોસ્ટ માટે કોઈ કંપની ન આવે તેનું ધ્યાન રાખીશુંઃ ડીન
આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયએ જણાવ્યું કે, જો ફાયનાન્સ કંપનીએ આવી પોસ્ટ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી છે, તો અમે વાત કરીશું. સાથે જ આગામી સમયમાં આવી પોસ્ટ માટે કોઈ કંપની ઈન્ટરવ્યુ માટે ન આવે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ