બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Manpa's 'Gatar' rule: Walking young man drowns in open drain, incident captured in CCTV footage

બેદરકારી / વડોદરા મનપાનું 'ગટર' રાજ: ચાલીને જતો યુવાન ખુલ્લી ગટરમાં ખાબક્યો, CCTV દ્રશ્યોમાં કેદ થઈ ઘટના

Vishal Khamar

Last Updated: 11:45 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પાલિકાની ઘોર બેદરકારીથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વૃંદાવન ચાર રસ્તાથી વાઘોડિયા ચોકડી જવાનાં રસ્તે ઘટનાં બની હતી. જેમાં એક યુવાન ડ્રેનેજ લાઈનમાં ખાબક્યો હતો.

  • વડોદરા પાલિકાની ઘોર બેદરકારીથી લોકો પરેશાન
  • છેલ્લા ઘણા દિવસથી ઢાંકણા વગરની ડ્રેનેજ લાઈનની સમસ્યા
  • રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને ડ્રેનેજમાંથી બહાર કાઢ્યો

 વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી ઉડીને આંખે વડગે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકનો જીવ જતા-જતા બચી ગયો.શહેરના વૃંદાવન ચાર રસ્તા તરફથી વાઘોડિયા ચોકડી જવાના રસ્તે બે યુવકો ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક એક યુવાન ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જોકે યુવક જેવો જ ગટરમાં પડ્યો કે, આસપાસથી લોકો દોડીને પહોંચી ગયા. અને તે યુવકને બહાર કાઢી લીધો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વીડિયો વાયરલ થતાં જ વિપક્ષે મનપાની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. 

વડોદરા મનપાની કામગીરી સામે અનેક સવાલો
પરંતુ આ બેદરકારીને લઈને ચોક્કસથી વડોદરા મનપાના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠે છે. કારણ કે, વિકાસના નામે કરોડો રૂપિયા પાણની જેમ વહાવ્યા બાદ અને કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવ્યા બાદ કેવી રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા રહી જાય છે.? રસ્તા પર ગટર ખુલ્લી હોય તો તેને ઢાંકવાની કોની જવાબદારી છે.? જો યુવકનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? સવાલો અનેક છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ ઘટના બાદ ક્યારે ઊંઘતું તંત્ર જાગે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ