બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Urvashi's pain spilled over the trolling issue, comparing India with Iran by posting a video

મનોરંજન / Trolling મામલે ઉર્વશીનું દર્દ છલકાયું, વીડિયો પોસ્ટ કરીને ઈરાન સાથે કરી ભારતની તુલના

Megha

Last Updated: 01:35 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કરતાં એમ કહું છે કે ઇન્સ્ટાગ્રામ પર તેને ધમકાવવામાં આવી રહી છે.

  • ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો 
  • એક મહિલા હોવાના કારણે તેની સાથે વારંવાર દાદાગીરી કરવામાં આવી રહી છે
  • આ બધા મને સ્ટૉકરની જેમ ધમકાવી રહ્યા છે અને કોઈ મારા સમર્થનમાં નથી

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એક ઈન્ટરવ્યુ પછીથી જ આ બંને સેલિબ્રિટીના નામ એક સાથે જોડાઈ રહ્યા છે. સ્ટાર ક્રિકેટર રિષભ પંતના જન્મદિવસ પર ઉર્વશીની પોસ્ટ હોય કે એ પહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઉર્વશી રૌતેલાની હાજરી અને હવે ઉર્વશીનું ઓસ્ટ્રેલીયા જવું. આ બધી વાતો ઈન્ટરનેટ પર લોકો માટે ચર્ચાનો વિષય બની રહ્યો હતો અને આ વાતોને કારણે લોકો ઉર્વશીને ઘણી ટ્રોલ પણ કરી રહ્યા હતા. 

એવામાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કરતાં એમ કહું છે કે ઇન્સ્ટાગ્રામ પર તેને ધમકાવવામાં આવી રહી છે. આ વીડિયોની સાથે તેને કેપ્શન લખ્યું હતું જેમાં તેને એક મહિલા હોવાના કારણે તેની સાથે વારંવાર દાદાગીરી કરવામાં આવી રહી છે એવું જણાવ્યું હતું.' 

ઉર્વશીએ શેર કરેલ એ પોસ્ટમાં લખ્યું હતું કે 'પહેલા ઈરાનમાં મહસા અમીની અને હવે ભારતમાં... આ મારી સાથે થઈ રહ્યું છે. આ બધા મને સ્ટૉકરની જેમ ધમકાવી રહ્યા છે. ન તો તેનાથી કોઈને કોઈ ફરક પડી રહ્યો છે અને ન તો કોઈ મારા સમર્થનમાં છે. એક સશક્ત મહિલા એ છે જે ઊંડાણને અનુભવે છે અને ડર્યા વીના પ્રેમ કરે છે. તેની સ્માઇલની જેમ તેના આંસુ પણ વહે છે. તે કોમળ અને શક્તિશાળી બંને છે, વ્યવહારુ અને આધ્યાત્મિક બંને છે. એ પોતે દુનિયા માટે એક ભેટ છે.' 

આટલું જ નહીં ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કેટલીક તસવીરો પણ શેર કરી અને તેને તેમાં સ્ટોકર શબ્દના અર્થનો સ્ક્રીનશોટ જોડ્યો હતો અને લખ્યું હતું કે, "ભારતીય મીડિયા માટે સ્ટોકરનો વાસ્તવિક અર્થ સમજવા માટે." આ સાથે જ બીજી સ્ટોરીમાં તેને વર્લ્ડ મેપ પર ઓસ્ટ્રેલિયાની એક તસવીર રાખી હતી અને લખ્યું હતું કે "આ ભારતીય મીડિયા ને બતાવવા માટે કે ઓસ્ટ્રેલિયા કેટલું મોટું છે."  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ