બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / up cm yogi adityanath warning for boys regarding molestation

યુપી છેડતી કેસ / છોકરીઓની છેડતી કરનારે વિચાર્યું નહીં હોય તેવી થશે સજા, CMની ચેતવણી સાંભળીને થથરી જવાશે

Hiralal

Last Updated: 03:19 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંબેડકરનગર છેડતીની ઘટના પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે છેડતીખોરોને ગંભીર ચેતવણી આપી છે.

  • આંબેડકરનગર છેડતી પર લાલચોળ થયા સીએમ યોગી આદિત્યનાથ
  • છેડતીખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું-ચાર રસ્તા પર યમરાજ મળશે
  • રોડ સાઈડ રોમિયોએ હવે ચેતી જવું પડશે 

યુપી સહિતના બીજા રાજ્યોમાં મહિલાઓ અને છોકરીઓની છેડતીની ઘટનાઓ વધતી જાય છે. તાજેતરમાં યુપીના આંબેડકરનગરમાં સ્કૂલેથી સાઈકલ લઈને ઘેર જઈ રહેલી છોકરીને દુપટ્ટો ખેંચીને પાડી દેતા બાઈક એક્સિડન્ટમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં રોડ સાઈડ રોમિયોએ તેની સાથે આવી ક્રૂર મશ્કરી હતી અને દીકરીનો જીવ લેવડાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડી લીધા છે પરંતુ હવે સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેમણે છેડતીખોરોને ગંભીર ચેતવણી આપી છે. 

છેડતીખોરોને છોડાશે નહીં 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને ચેતવણી આપી છે કે જો હવેથી કોઈ મા-બેન-દીકરીઓની છેડતી કરશે તો ચાર રસ્તા પર તેમને યમરાજ મળશે. તેમનો કહેવાનો અર્થે એવો હતો કે આવા લોકોને છોડાશે નહીં. એક જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રીએ આક્રમક વર્તન દાખવીને છોકરાઓને ચેતવણી આપી હતી.

છોકરીની છેડતી કરનાર 3 બદમાશોની ધરપકડ 
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની શાળામાંથી ઘેર જઈ રહેલી સ્કૂલ ગર્લનો દૂપટ્ટો ખેંચનાર 3 બદમાશો પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે. આ 3 બદમાશો પોલીસની રાઈફલ છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં તેને ત્રણેયને પગમાં ગોળી વાગી હતી. પોલીસે જ્યારે તેમનો પીછો કર્યો તો આરોપીઓએ પોલીસ પાર્ટી પર રાઈફલથી ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસે જવાબી કાર્યવાહી કરતા શાહબાઝ અને ફૈઝલને પગમાં ગોળી વાગી હતી. જ્યારે અરબાઝે કારમાંથી કૂદકો મારતી વખતે તેનો પગ ભાંગી નાખ્યો હતો. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ સીઓ ટાંડા સંજય નાથ તિવારી, અલાપુર નાસિર કુરેશી, ટાંડા અમિત પ્રતાપ સિંહ, અલીગંજ બ્રિજેન્દ્ર શર્મા ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બાશખરી સીએચસી લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક અજિતકુમાર સિંહાએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરના ભાગરૂપે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સારવાર બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે. આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશન પ્રમુખ રિતેશ પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આંબેડકરનગરમાં શું બન્યું હતું 
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં સ્કૂલમાંથી છૂટીને છોકરી સાઈકલ લઈને ઘેર જઈ રહી હતી ત્યારે બાઇકમાં ઘસી આવેલા બદમાશોએ તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન બાઇકમાં બેઠેલા યુવકોએ વિદ્યાર્થીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. જેને લઈને તે સાયકલ પરથી કાબુ ગુમાવી બેઠી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી બાઈકે તેની કચડી નાખી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ