બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Until the country is free of corona, I will not have any grain in my stomach: BJP minister

પ્રતિજ્ઞા / જ્યાં સુધી દેશ કોરોના મુક્ત નહીં  થાય , ત્યાં સુધી મારા પેટમાં અન્નો દાણો નહીં જાય : ભાજપના મંત્રી

Kiran

Last Updated: 11:18 PM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ રાજ્ય મંત્રી મહેશ ગુપ્તાએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હોવાનો દાવો કર્યો છે

  • કોરોના ન જાય ત્યાં સુધી અન્ન ગ્રહન નહીંની પ્રતિજ્ઞા 
  • પ્રતિજ્ઞાને કારણે જ આતંકવાદની કમર તૂટી ગઈ 
  • UPના શહેરી વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તાની પ્રતિજ્ઞા

ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ રાજ્ય મંત્રી મહેશ ગુપ્તાએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હોવાનો દાવો કર્યો છે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના નામની વૈશ્વિક મહામારી દેશમાંથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી તે અન્નો ત્યાગ કરશે એટલે અન્નો એક દાણો પણ લેશે નહીં આમ તેમણે દેશમાં કોરોના છે ત્યાં સુધી ખોરાક નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હોય તેવો દાવો કર્યો છે. 

પ્રતિજ્ઞા લીધી હતી તેનું પરિણામ છે કે આતંકવાદની પીઠ તૂટી ગઈ 

ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તા ગુરુવારે ઇટા પહોંચ્યા હતા.  જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં તેમણે ભીષ્મ પ્રતિજ્ઞા લેવાનો મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના નામની વૈશ્વિક રોગચાળા દેશમાંથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી તે ખોરાક લેશે નહીં. સાથે એવું પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેમણે ખોરાક  લીધો નથી.  તેમણે ભારતમાંથી આતંકવાદના સંપૂર્ણ નાબૂદ માટે ભૂતકાળમાં તપશ્ચર્યા કરી હતી અને પ્રતિજ્ઞા લીધી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે મેં જ્યાં સુધી આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી તે ખોરાક લેશે નહીં. તેવી પ્રતિજ્ઞા લીધી હતી તેનું પરિણામ એ છે કે આજે આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આતંકવાદની પીઠ તૂટી ગઈ છે.

પીએમ મોદીનો જાદુ વિદેશી ધરતી પર પણ ચાલે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય નાયક જ નહીં પરંતુ વિશ્વ નાયક ગણાવતાં તેમણે કહ્યું કે પીએમ મોદીનો જાદુ વિદેશી ધરતી પર પણ ચાલે છે. તેમણે કોરોના સમયગાળા દરમિયાન દવા આપીને બ્રાઝિલને જીવન આપ્યું છે. અમેરિકા પણ પીએમ મોદીની નીતિઓ પર વારી ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કોરોનાના બીજી લહેર દરમિયાન સતત રાજ્યની મુલાકાત લીધી. યોગીએ જીવનની પરવા કર્યા વિના, રાજ્યના લોકોના જીવનની સુરક્ષા માટે બધું દાવ પર લગાવી દીધું હોવાનું જણાવ્યું હતું. 

તપસ્યાના પરિણામે જ રાજ્યમાં બીજી લહેરને નિયંત્રિત કરી શક્યા 

મંત્રી મહેશ ગુપ્તા જણાવે છે કે આજે તેમની તપસ્યાનું પરિણામ છે કે રાજ્ય બીજી લહેરને નિયંત્રિત કરી શક્યા છીએ જેણે ખુબજ વિનાશ વેર્યો હતો અને પ્રબળ બની હતી. રાજ્ય કોવિડની ત્રીજી સંભવિત લહેર શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અત્યારથી સંપૂર્ણ રીતે તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક જિલ્લામાં બાળકો માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ જરૂરી મશીનરી ત્યાં મોકલી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ