બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Unseasonal rains still forecast in the state, mercury will rise soon, PM to participate in Bastille Day parade to be held in France, NCP president Sharad Pawar's resignation rejected

ન્યૂઝ અપડેટ / રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી, આગામી સમયમાં ગરમીનો પારો વધશે, વડાપ્રધાન ફ્રાન્સ ખાતે યોજાનાર બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે, NCPનાં અધ્યક્ષ શરદ પવારનું રાજીનામું નામંજૂર, જુઓ સમાચાર સુપરફાસ્ટ

Vishal Khamar

Last Updated: 07:08 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ તલાટીની પરીક્ષામાં ત્રણ જીલ્લાનાં પરીક્ષા કેન્દ્રોનાં નામમાં ફેરફાર કરાયો, આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રી જશે, પ્રધાનમંત્રી પેરિસમાં થનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય મહેમાનનાં રૂપમાં શામેલ થશે, NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યું.

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં સતત પલટા આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, જોકે હવે કમોસમી વરસાદ વિદાય લેશે તેવી આગાહી વચ્ચે અમદાવાદીઓએ આવતા અઠવાડિયાથી ૪૨ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે.


રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ફળફળાદી અને શાકભાજીનાં પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ડાંગ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આહવા સહિત આસપાસનાં વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ડાંગ જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ફળફળાદી અને શાકભાજીના પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવન સાથે વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આહવા સહિત આસપાસનાં વિસ્તારોમાં ચાલકો પરેશાન થયા હતા.


ચક્રવાત મોચાની આગાહીએ આપણા દેશના પૂર્વ ભાગમાં રહેતા લોકોના મનમાં ભય પેદા કર્યો છે. મોચાના આગમનના સમાચારે ફરી એકવાર અમ્ફાન અને યાસના વિનાશની યાદ અપાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 મે એટલે કે શનિવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. આ ચક્રવાત 7મી મેના રોજ લો પ્રેશર બની જશે. 8મી મે સોમવારે ચક્રવાત વધુ તાકાતવર બનશે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં વિકસશે અને મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે. 

તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા 3 જિલ્લાના ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે. મંડળ દ્વારા વડોદરા, સુરત અને પાટણના પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણેય જિલ્લામાં જે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર આવ્યું હોય તેઓએ આ પરીક્ષા કેન્દ્ર વિશે જાણી લેવું જોઈએ.


અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી અને બ્રિજ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ઈજનેર મનોજ સોલંકીને સસ્પેન્ડ કરાયા છે. AMCના વિજિલન્સ વિભાગે મનોજ સોલંકી સામે યોગ્ય દેખરેખ નહીં રાખવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત બરાબર દેખરેખ નહીં રાખવાને કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ પણ વિજિલન્સ વિભાગે મૂક્યો છે. મનોજ સોલંકીને સસ્પેન્ડ કરાયાનો ચાર્જશીટમાં ખુલાસો થયો છે.


 સરકારી કચેરીઓમાં ચાલતી કામગીરી તેમજ અધિકારી, કર્મચારીઓ સમયસર આવે છે કે નહી તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે બીજી વખતા મંત્રીએ ઓચિંતી વિભાગોની સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે કૃષિ મંત્રીની સરપ્રાઈઝ વિઝીટમાં કેટલાક કર્મીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. 

ભારત અને ફ્રાંસનાં સંબંધો સતત મજબૂત થઈ રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જૂલાઈનાં પેરિસમાં થનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય મહેમાનનાં રૂપમાં શામેલ થશે.તેના પર ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મેક્રોને કહ્યું કે તમારા આવવાથી મને ખુશી થશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHO એ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે, કોવિડ હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. અમે ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં આ અંગે નિર્ણય લીધો હતો.  WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી છે. મને કોવિડ-19ને વિશ્વમાં વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના દાયરાની બહાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી. મેં તેમની સલાહ સ્વીકારી છે.

NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર દીધું છે. વાત જાણે એમ છે કે, 18 સભ્યોની સમિતિએ રાજીનામું નામંજૂર કરી દીધું છે. બેઠક દરમિયાન એનસીપી સમિતિએ કહ્યું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. 

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ શુક્રવાર (5 મે) ના રોજ જણાવ્યું હતું કે, રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોએ કમનસીબે સવારે તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. ગતરોજ વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. 
 

અમદાવાદમાં પાર્કિંગ એ સૌથી મોટી સમસ્યાઓમાંથીની એક છે અને પાર્કિંગને લઇ મનપા પણ વ્યવસ્થાઓ ગોઠવતી હોય છે. અમદાવાદના જાહેર પર્યટનસ્થળો અને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર પાર્કિગ પ્લોટોની વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા આવા પાર્કિંગ પ્લોટોના સંચાલન કોન્ટ્રાક્ટરોને સોંપી દેતી હોય છે પરંતુ આવી ખાનગી કોન્ટ્રાક્ટરો મનમાની રીતે અને નિયમોને નેવે મુકીને ફી ઉઘરાવતા હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર સામે આવી છે જેમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચાલી રહીં છે.

ઇન્કમટેક્સ વિભાગને લઈ VTV પાસે મહત્વના સમાચાર આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનાર કરદાતાઓને નોટિસ ફટકારી છે. એક સાથે 4 હજાર લોકોને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ લોકોએ 23 જેટલા નાના-નાના રાજકીય પક્ષોને ડોનેશન આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

ફતેહાબાદ રેસલિંગ એસોસિએશન જિલ્લા કુસ્તી સંઘના પદાધિકારીઓ શુક્રવારે ડીસી અને જિલ્લા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ મનદીપ કૌરને મળ્યા હતા અને તેમનું સામૂહિક રાજીનામું સોંપ્યું હતું. આ પછી તેણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, વિશ્વ મંચ પર દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓની આ દુર્દશા સહન કરવા યોગ્ય નથી. આથી આજે સમગ્ર યુનિટને વિખેરી નાખવામાં આવી રહ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એન.વી. ઉપાધ્યાયને પાલિકાનાં કર્મચારીઓ તેમજ જે તે વિભાગનાં અધિકારીઓ દ્વારા એકાએક રાજીનામું ધરી દેતા સમગ્ર જામનગર શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો.

પતિ પત્નીના ઝઘડાને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે.  જેમાં પતિ-પત્નિના ઝઘડામાં બાળકનું શોષણ ન થાય તે જરૂરી છે. તેમજ પતિ પત્નિનાં ઝઘડામાં બાળકોની કસ્ટડી માટે બંને હકદાર છે.  તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.

અમદાવાદના 12 વર્ષ પહેલાના N.A કન્સ્ટ્રક્શન દ્વારા છેતરપિંડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, N.A કન્સ્ટ્રક્શન દ્વારા છેતરપિંડી કરી અનેક લોકો પાસે ઘરનું ઘર આપવાનું કહી પૈસા પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ N.A કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજિત 400 ગ્રાહકો પાસેથી રૂપિયા પડાવ્યા બાદ પણ ઘર નહીં મળતા છેલ્લા 12 વર્ષની ગ્રાહક કોર્ટમાં કેસ ચાલતો હતો. આ દરમિયાન હવે ગ્રાહક કોર્ટે N.A કન્સ્ટ્રક્શનને 400 ગ્રાહકોના રૂપિયા પરત કરવા આદેશ કર્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ