બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Unseasonal rain forecast in which area during wedding season? What is the advance preparation of the market yard for the possible danger of Mawtha?

મહામંથન / લગ્નસરાની મોસમમાં કમોસમી વરસાદની કયા વિસ્તારમાં આગાહી? માવઠાનું સંભવિત સંકટ માર્કેટયાર્ડની આગોતરી તૈયારી શું?

Dinesh

Last Updated: 08:32 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતમાં અને એમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રવી પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે ત્યારે 27 નવેમ્બર સુધી માવઠાના સંભવિત સંકટ સામે રવી પાકને બચાવવો જ રહ્યો

 

  • રાજ્યમાં શિયાળા પહેલા કમોસમી વરસાદની શક્યતા
  • 27 નવેમ્બર સુધી રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ
  • માવઠાથી રવી પાકને નુકસાનની વધી શક્યતા


હવે સવારે મોટેભાગે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય એવી સ્થિતિ છે એટલે શિયાળો નજીક છે. જો કે બીજી તરફ ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયાની આગાહીને પગલે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળા પહેલા રાજ્યમાં માવઠાની સ્થિતિ બને એવું ઘણીવાર બન્યું છે. આ વખતે માવઠાની શક્યતાને પગલે તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની સ્થિતિમાંથી બચી શકાય એટલી આગોતરી તૈયારીના ક્યાંક ક્યાંક આયોજન થયા છે. ગુજરાતમાં અને એમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રવી પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે ત્યારે 27 નવેમ્બર સુધી માવઠાના સંભવિત સંકટ સામે રવી પાકને બચાવવો જ રહ્યો. બીજી તરફ કેટલીક જગ્યાએ ખાતરની અછતને પગલે રવી પાકનું જતન કેમ કરવું તેની પરેશાનીઓ તો ઉભી થઈ જ હતી. એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે તો જોવાનું જ રહેશે ત્યારે ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પાકને બચાવવા શેડ તૈયાર કરી લીધા છે અને હાલ માવઠાની સ્થિતિ વર્તાય તો પાકની આવક પણ અટકાવી દીધી છે. જો કે એ પણ જોવું રસપ્રદ છે કે આવી આગોતરી તૈયારીઓ બીજે ક્યાં-ક્યાં થઈ છે. સામાજિક રીતે વાત કરીએ તો 25 થી 27 નવેમ્બરના ગાળામાં લગ્નસરાની મોસમ પણ પૂરબહારમાં હશે ત્યારે સંભવિત વરસાદની સ્થિતિ સામે એમા પણ તૈયારીની જરૂરિયાત તો રહેશે જ. 

કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં શિયાળા પહેલા કમોસમી વરસાદની શક્યતા છે. 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. માવઠાથી રવી પાકને નુકસાનની શક્યતા વધી છે. એક દિવસ બાદ તાપમાન વધી શકે છે. 3 થી 4 દિવસ બાદ 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. સંભવિત નુકસાનને ટાળવા આગોતરા આયોજન કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં ક્યાં-ક્યાં માવઠાની શક્યતા?
24 નવેમ્બર
વલસાડ
નવસારી
ડાંગ
દાદરા નગરહવેલી
દમણ

25 નવેમ્બર
દાહોદ
છોટાઉદેપુર
આણંદ
નડિયાદ
ખેડા

26 નવેમ્બર
ગીર-સોમનાથ
બોટાદ
જામનગર
દ્વારકા
પોરબંદર

27 નવેમ્બર
નવસારી
વલસાડ
ડાંગ

પાકને બચાવવા આગોતરુ આયોજન શું?
રાજકોટ APMCમાં ખાસ વ્યવસ્થા છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ બંધ રહેશે તેમજ વરસાદી વાતાવરણ નહીં રહે તો મરચા, મગફળીની આવક શરૂ થશે. કપાસને રાખવા શેડની પૂરતી વ્યવસ્થા અને જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શનિ-રવિ બંધ રહેશે. જે ડુંગળીની આવક થઈ છે તેને શેડમાં રખાશે. ખેડૂતોને જણસ માટે તાડપતરી લાવવા સૂચના
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ