કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે, માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે તો પણ તેઓ નિષ્ફળ જાય તે પ્રકારની સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમણે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે તો પણ તેઓ નિષ્ફળ જાય તે પ્રકારની સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે.
'મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું'
અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકોર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 85 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમિત શાહે તમામ લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનો અનુરોધ પણ કર્યો હતો. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે નવ વર્ષમાં નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પીએમ મોદીએ ભારતને 11માથી પાંચમા ક્રમે લાવ્યા છે તેમ પણ જણાવ્યું હતું
'દેશ તિરંગામય બની જશે'
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે ગુજરાતમાં 6 કરોડની વસ્તી અને લગભગ 1 કરોડ પરિવારો છે. જો દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવામાં આવે તો સમગ્ર ગુજરાત અને દેશ તિરંગામય બની જશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી માટે કરોડો લોકોએ 90 વર્ષ સુધી સતત લડત લડી હતી અને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જે સંઘર્ષના પરિણામે આજે ભારત વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે.
કેન્દ્રિય મંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રિય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભગતસિંહજી જેવા વીર ક્રાંતિકારીઓએ હસતા-હસતા ઈંકલાબના નારા લગાવાતા લગાવતા ફાંસીએ ચડ્યા હતાં. જ્યારે 17 વર્ષના ખુદીરામ બોઝજીએ ફાંસી પર ચડીને કહ્યું કે હું ફરી આવીશ અને ફરી લડીશ. આઝાદી મેળવવા માટેની ભાવનાએ ન કોઈ જાતિ, ન ધર્મ, ન કોઈ પ્રદેશ કે કોઈ ઉંમર જોઈ ન હતી. આજે આપણે આઝાદી માટે જીવ આપી શકતા નથી પરંતુ દેશના માટે જીવવા કોઈ રોકી શકતું પણ નથી.