બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મુંબઈ / Uddhav's aide offered flowers on Aurangzeb's grave, also bowed his head, political earthquake in Maharashtra

રાજકારણ / ઉદ્ધવના સહયોગીએ ઔરંગઝેબની કબર પર ચઢાવ્યાં ફૂલ, મસ્તક પણ ઝુકાવ્યું, મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ

Vishal Khamar

Last Updated: 11:28 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઈને વિવાદ વધી રહ્યો છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબના પોસ્ટરોને કારણે કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓ બની હતી.

  • પ્રકાશ આંબેડકરે શનિવારે ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી
  • હાલ ઔરંગાબાદનું નામ બદલવાને લઈ મહારાષ્ટ્રનાં રાજકારણમાં ખળભળાટ
  • ઔરંગઝેબના પોસ્ટર અને સ્ટેટસ લગાવ્યા બાદ આગચંપીની ઘટનાઓ બની

 વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે શનિવારે ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી. હાલમાં ઔરંગાબાદનું નામ બદલવાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઔરંગઝેબના પોસ્ટર અને સ્ટેટસ લગાવ્યા બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએ આગચંપી પણ થઈ હતી. પ્રકાશ આંબેડકરે ઔરંગઝેબની કબરની મુલાકાત લઈને એક નવી રાર શરૂ કરી છે. 
રાજકીય હોબાળો વધી શકે છે
ઔરંગઝેબને લઈને રાજ્યમાં વિવાદ વધી રહ્યો છે.મુઘલ બાદશાહના પોસ્ટરોના કારણે કેટલીક જગ્યાએ આગચંપીનાં બનાવો બન્યા હતા .દરમિયાન શિવસેનાના શિંદે જૂથે ઔરંગઝેબની કબરને હૈદરાબાદ ખસેડવાની માંગ કરી હતી. તો બીજી તરફ શિવસેનાના ઠાકરે જૂથે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી સાથે રાજકીય સમાધાન કરવાની તૈયારી દર્શાવી છે.
પ્રકાશ આંબેડકરે ઔરંગઝેબ પર વાત કરી હતી
પ્રકાશ આંબેડકર દ્વારા ઔરંગઝેબની કબરની મુલાકાત બાદ રાજકીય પક્ષોમાં તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે તમામની નજર ભાજપ, શિંદે જૂથ અને ઠાકરે જૂથની પ્રતિક્રિયા પર છે. પ્રકાશ આંબેડકરની ઔરંગઝેબની કબરની મુલાકાતથી નવો રાજકીય વિવાદ ઉભો થઈ શકે છે. ઔરંગઝેબની કબરની મુલાકાત લીધા બાદ પ્રકાશ આંબેડકરે કહ્યું, "હું ઔરંગઝેબની કબર પર ગયો હતો. તે એક ઐતિહાસિક ઈમારત છે, હું તેને જોવા આવ્યો છું. ઔરંગઝેબે 50 વર્ષ શાસન કર્યું, શું તમે તેને નષ્ટ કરવા જઈ રહ્યા છો?"

ઉદ્ધવે પ્રકાશ આંબેડકર સાથે કેમ હાથ મિલાવ્યા?
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને પ્રકાશ આંબેડકરની VBAએ આ વર્ષની શરૂઆતમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવની શિવસેના મહારાષ્ટ્રમાં જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આંબેડકરે  કહ્યું હતું કે  હાલ જોડાણ શિવસેના (UBT) અને VBA વચ્ચે છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના અન્ય ઘટકો પણ તેમાં જોડાશે. બંને પક્ષોએ 2024ની ચૂંટણી એકસાથે લડવાનું વચન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ