બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Tunisha Sharma had lunch with Sheezan in the make-up room at 3 and committed suicide at 3.15, what happened in 15 minutes?

હત્યા કે આત્મહત્યા? / તુનિશા શર્માએ 3 વાગ્યે મેક-અપ રૂમમાં શીઝાન સાથે લંચ કર્યું અને 3.15 વાગ્યે આત્મહત્યા, 15 મિનિટમાં તો એવું શું થઈ ગયું?

Megha

Last Updated: 12:38 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શીઝાન અને તુનીશાએ બપોરે 3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ પણ કર્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દરમિયાન શું થયું કે તુનીશાએ 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

  • તુનીશા અને શીઝાને 3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ કર્યું હતું 
  • પોલીસ ઘટનાની તપાસમાં જોતરાઈ ગઈ 
  • 9 વર્ષ મોટી ઉંમરના શીઝાન સાથે રિલેશનશિપમાં હતી તુનીશા

'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'અલી બાબા', 'મહારાણા પ્રતાપ' અને 'ફિતૂર', કહાની 2 જેવી ફિલ્મો સહિતની ટીવી સિરિયલોમાં જોવા મળેલી અભિનેત્રી તુનીશા શર્માએ 24 ડિસેમ્બરે બપોરે ફાંસી લગાવી લીધી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ પછી તેની માતાએ અભિનેતા શીઝાન ખાન પર આરોપ લગાવ્યો કે તેણે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. પોલીસે તેની સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે.

3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ કર્યું હતું 
તુનિશા શર્મા આશરે 20 વર્ષની હતી અને પ્રસિદ્ધીના ખાસ મુકામે પહોંચી ગઇ હતી. તુનિષાએ 20 વર્ષની ઉંમરમાં 7થી વધુ સીરિયલ્સમાં કામ કર્યુ હતુ. આ સાથે ત્રણ મોટી ફિલ્મોમાં પણ પોતાની અદાકારીથી લોકોનુ દિલ જીતી ચૂકી હતી.અને હાલ મળતી જાણકારી અનુસાર એવું કહેવાય છે કે તુનીશા શનિવારે સવારે સીરિયલના સેટ પર જવા માટે ખુશીથી તેના ઘરથી નીકળી હતી અને પ્રથમ શિફ્ટનું શૂટિંગ પૂરું થયા પછી, શીઝાન અને તુનીશાએ બપોરે 3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ પણ કર્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દરમિયાન શું થયું કે તુનીશાએ 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ ઘટનાની તપાસમાં જોતરાઈ ગઈ 
માતાના નિવેદન મુજબ જ્યારે તુનિશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ડોક્ટરે પરિવારને તેની ખાસ કાળજી રાખવા અને તેને કોઈપણ પ્રકારના તણાવથી દૂર રાખવાની સલાહ આપી હતી.પોલીસને શંકા છે કે મેક-અપ રૂમમાં લંચ દરમિયાન જ કંઈક થયું, જેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું, તે જાણવા માટે તે સતત સિરિયલ સાથે જોડાયેલા લોકોના નિવેદન નોંધી રહી છે.

9 વર્ષ મોટી ઉંમરના શીઝાન સાથે રિલેશનશિપમાં હતી તુનીશા
તુનીશા નો શીઝાન માટે પ્રેમ પણ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોઇ શકાય છે. તુનીશાએ ઈન્ટરનેશનલ મેન્સ ડે પર 9 વર્ષ મોટા કો-સ્ટાર શીઝાન માટે એક પ્રેમભરી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં શીઝાન તુનીશાને ઉપર ઉપાડતો દેખાઈ રહ્યો છે. પોસ્ટમાં તુનીશા એ લખ્યું હતુ કે મને હંમેશા ઉપર ઉઠાવનારા વ્યક્તિને આંતરરાષ્ટ્રીય મેન્સ ડેની શુભેચ્છાઓ. 

તુનીશા અને શીઝાન બંનેના મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા 
પોલીસે તુનીશા અને શીઝાન બંનેના મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. જેથી કરીને બંને વચ્ચેના કોલ અને ચેટ્સ રિટર્વ કરી શકાય અને એ જાણી શકાય કે બ્રેકઅપના 15 દિવસ પછી શું થયું કે તુનીશાએ આત્મહત્યા કરી લીધી.પોલીસના જણાવ્યા અનુસાર તુનીશાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 6 મહિના પહેલા શીઝાન સાથે તુનીશા આ સંબંધને લઈને ખૂબ જ ખુશ હતી. 

15 દિવસ પહેલા તુનીશા અને શીઝાનનુ થયુ હતુ બ્રેકઅપ
જણાવવામાં આવી રહ્યું છે કે શીઝાન ખાન અને તુનીશા છેલ્લાં ઘણા સમયથી રિલેશનશિપમાં હતા. આશરે 15 દિવસ પહેલા બંનેનુ બ્રેકઅપ થયુ હતુ. ત્યારબાદ તુનીશા તણાવમાં રહેતી હતી. તુનીશાનો શીઝાન માટેનો પ્રેમ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં સ્પષ્ટ રીતે છલકાતો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ બંને છેલ્લાં ઘણા સમયથી ડેટ કરી રહ્યાં હતા. તુનીશાની મા એ શીઝાન પર ચીટીંગ કરવાનો આરોપ લગાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ