બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Try this remedy to protect your skin from the effect of color during Holi
Last Updated: 10:58 PM, 22 March 2024
રંગો અને ગુલાલ વગર હોળીનો તહેવાર નિરસ લાગે છે. આ તહેવારમાં લોકો એકબીજાને રંગીને સેલિબ્રેટ કરતા હોય છે. પરંતુ રંગ લાગાવતી વખતે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણા બધા કેમિકલયુક્ત રંગ બજારમાં મળી રહ્યા છે જે તમારા સ્વાસ્થ્ય અને ખાસ કરીને સ્કીન માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે. હોળીના આ રંગો તમને બીમાર કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ઊભી કરી શકે છે.
ADVERTISEMENT
હોળીમાં રંગોના કારણે અનેક લોકોને ત્વચા પર ફોલ્લીઓ, કાળાશ,લાલાશ જેવી સમસ્યાઓ થતી હોય છે. જેથી અમે તમને આ આર્ટીકલમાં હોળી વખતે તમારી સ્કીનને પ્રોટેક્ટ કેવી રીતે કરવી તેની કેટલીક ટ્રિક્સ જણાવશું.
સનસ્ક્રીન
ગામડુ હોય કે શહેર લોકો મોડા સુધી ખુલ્લી જગ્યામાં,આકાશ નીચે જ હોળી રમતા હોય છે આવામાં જો તમારી સ્કીન સેન્સેટિવ છે તો તમારી સ્કીનને સૂર્યપ્રકાશને કારણે નુકસાન થઈ શકે છે. જેથી હોળીના દિવસે સનસ્ક્રીન લગાવવી જોઈએ જે તમારી સ્કીનને સારી રીતે પ્રોટેક્ટ કરશે. આ માટે વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન ઉપયોગી સાબીત થઈ શકે છે.
ADVERTISEMENT
મેકઅપ ન કરવો
હોળીના દિવસે તમારે મેકઅપ લગાવતા બચવુ જોઈયે. કેમ કે મેકઅપવાળી સ્કીન પરથી જલદીથી રંગ જતો નથી તેને કાઢવામાં તમારી આંખે પાણી આવી જાય છે. આ સિવાય મેકઅપવાળી સ્કીનમાં હોળીનો કલર લાગવાથી બળતરા પણ થઈ શકે છે.
લાઈટ ફેસ પેક
ADVERTISEMENT
કેમિકલયુક્ત કલરોને કારણે અથવા કોઈને સ્કીન એલર્જીનો પ્રોબ્લેમ હોવાથી રંગ લાગવાના કારણે બળતરા,ખીલ કે ખાડા પડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ આમાથી કોઈ એક પણ સમસ્યા થાય તો તમે લાઈટ ફેસ પેક સ્કીન પર લગાવી રાહત મેળવી શકો છો. તમે ઘરે પણ મધ, દહીં અને હળદરનો ફેસ પેક બનાવી શકો છો જે તમારી સ્કીનને આરામ આપશે.
આ પણ વાંચોઃ ઉનાળામાં પરસેવાની દુર્ગંધથી બચવા શું કરવું? આ ટ્રિકથી મળશે રાહત, શરમાવું નહીં પડે
ADVERTISEMENT
મોઈશ્ચરાઈઝર
હોળીમાં લગાવેલા કેટલાક રંગ જલ્દી જતા નથી આવા રંગથી સ્કીનને નુકસાન થતુ બચાવવુ હોય તો તમારે સ્કીનને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરી લેવી જોઈએ. મોઈશ્વરાઈઝરને ચહેરા,ગરદન અને હાથ- પગ પર લગાવી શકો છો. મોઈશ્વરાઈઝર લગાવવાથી તમે આસાનીથી હોળીમાં શરીર પર લાગેેલા રંગોને દૂર કરી શકો છો.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે,હોળીમાં કેમિકલવાળા કલરથી સ્કીનને જ નહીં પરંતુ આંખોને પણ નુકસાન થઈ શકે છે. આ સિવાય શ્વાસની,પેટની અને અસ્થમા અટેકની સમસ્યા પણ થઈ શકે છે. જેથી દરેકે કેમિકલવાળા કલરોથી બચવું જોઈએ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.