બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / truck dragged bike 15 kilometer after accident near maharashtra talasari news

દુર્ઘટના / બાઇક ટ્રક નીચે ફસાયું, તણખલા ઉડતા રહ્યાં છતાં 15 કિમી સુધી બ્રેક ન મારી: ગુજરાત બોર્ડર પર ભયંકર અકસ્માત

Dhruv

Last Updated: 01:45 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર તલાસરી (Talasari) નજીક એક ટેમ્પો ચાલકે બાઈકને 15 કિલોમીટર સુધી ઢસડ્યું હોવાનો વીડિયો વાયરલ.

  • ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લીધું
  • ટેમ્પો ચાલકે બાઈકને 15 કિલોમીટર સુધી ઢસડ્યું
  • રોડ પર આતશબાજી જેવાં દ્રશ્યો કેમેરામાં કેદ

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્રની હદમાં આવેલા તલાસરી (Talasari) નજીક એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતા એક બાઈકને અડફેટે લીધું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોએ બાઈકને અડફેટે લેતા બાઈક ટેમ્પો નીચે ફસાઈ ગયું હતું. આવો અકસ્માત સર્જ્યા બાદ પણ ટેમ્પો ચાલકે પુરઝડપે ટેમ્પો હાઇવે પર દોડાવ્યો હતો.

નીચે બાઈક ફસાયું હોવા છતાં ટેમ્પો ચાલકે 15 કિલોમીટર સુધી બાઇક ઢસડ્યું

ટેમ્પો નીચે બાઈક ફસાયું હોવા છતાં પણ ટેમ્પો ચાલકે બેદરકારી દાખવી અને ટેમ્પોને તલાસરી થી ગુજરાત તરફ પુરઝડપે દોડાવ્યો હતો. મહારાષ્ટ્રના તલાસરીથી ભિલાડ સુધી 15 કિલોમીટર સુધી ટેમ્પો ચાલકે આવી જ રીતે હાઈવે પર ટેમ્પો દોડાવ્યો હતો. નીચે બાઈક ફસાયું હોવાથી રોડની સાથે બાઈકનું ઘર્ષણ થતાં 15 કિલોમીટર સુધી હાઈવે પર ટેમ્પોની પાછળથી તણખલા ઝરતા જતા હતા. આથી, હાઇવે પર દોડતા ટેમ્પો નીચે આતશબાજી થઈ રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતાં.

ટેમ્પોચાલક વિરૂદ્ધ તલાસરી પોલીસે તપાસ હાથ ધરી

આ બનાવની જાણ થતાં તલાસરી નજીકના કેટલાંક યુવકોએ ટેમ્પોનો પીછો કર્યો હતો. પરંતુ તેમ છતાં ટેમ્પો ચાલકે  આવી જ રીતે બાઇકને ઢસડી અને ભીલાડ સુધી લાવ્યો હતો અને  ભીલાડ નજીક  હાઇવેની સાઇડમાં ટેમ્પોને મૂકી  અને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. તેને સામાન્ય ઇજા થઇ છે. પરંતુ મહારાષ્ટ્રના તલાસરીમાં અકસ્માત સર્જ્યા બાદ બાઇક ટેમ્પોની નીચે બાઈક ફસાયું હોવા છતાં પણ ઇરાદાપૂર્વક ટેમ્પોને ભીલાડ સુધી દોડાવનાર ચાલક વિરૂદ્ધ તલાસરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ટેમ્પો નીચે આતશબાજી થઈ રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતાં

બાદમાં તલાસરી પોલીસે ભીલાડ નજીક આવી અને ટેમ્પો અને બાઈકનો કબજો લીધો હતો. જો કે 15 કિલોમીટર સુધી બાઈક ટેમ્પો નીચે ફસાઈ અને હાઈવે સાથે જ ધસડાયું હોવાથી  બાઈકના ફૂરચે ફુરચા ઊડી ગયા હતા. આમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પો નીચે કારણે જાણે આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો પાછળ આવતા એક વાહનચાલકે પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધા હતા અને આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ

મહારાષ્ટ્રના તલાસરીથી ભિલાડ સુધી ટેમ્પોની નીચે બાઈક ફસાયું હોવાથી રોડ સાથે બાઈકનું ઘર્ષણ થતાં 15 કિલોમીટર સુધી હાઈવે પર તણખલા ઝરતા જોવા મળ્યા હતાં. તમને જણાવી દઇએ કે, ભીલાડ નજીક  ટેમ્પોને હાઇવેની બાજુમાં મૂકી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો. બાઇક ચાલકને સામાન્ય ઇજા જ થઇ છે. આ કેસમાં મહારાષ્ટ્રના તલાસરીમાં અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પોની નીચે બાઈક  ફસાયું હોવા છતાં ઇરાદાપૂર્વક ટેમ્પોને ભીલાડ સુધી દોડાવનાર ચાલક વિરૂદ્ધ તલાસરી પોલીસે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ