બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Triple engine government in Maharashtra now, who benefits in 2024 election from upheaval? See exact analysis

મહામંથન / મહારાષ્ટ્રમાં હવે ટ્રિપલ એન્જિનની સરકાર, ઉથલપાથલથી 2024ની ચૂંટણીમાં કોને ફાયદો? જુઓ સટીક વિશ્લેષણ

Vishal Khamar

Last Updated: 09:31 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનાં રાજકારણમાં ફરી રાજકીય ભૂકંપ સર્જાયો છે. NCP ના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર 18 ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે.

  • અજીત પવાર મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા
  • અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા
  • અજીત પવાર ઉપરાંત 8 સભ્યોએ મંત્રીપદના શપથ લીધા

અજીત પવાર મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા છે.  અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા. તેમજ અજીત પવાર ઉપરાંત 8 સભ્યોએ મંત્રીપદના શપથ લીધા.  અજીત પવાર ઘણાં સમયથી પક્ષથી નારાજ હતા. 2019માં પણ અજીત પવાર NCP છોડીને ગયા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં MVAની સ્થિતિ નબળી છે.  અજીત પવાર ભાજપ સાથે જોડાશે તેવી પણ અટકળ હતી.

  • મેં પહેલા પણ બળવા જોયા છેઃ શરદ પવાર
  • પક્ષને ફરી બેઠો કરવાનો પ્રયાસ કરીશઃશરદ પવાર
  • હું સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરીશ, લોકોને મળીશઃશરદ પવાર 

શરદ પવારે શું કહ્યું?
મેં પહેલા પણ બળવા જોયા છે.  પક્ષને ફરી બેઠો કરવાનો પ્રયાસ કરીશ. હું સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરીશ, લોકોને મળીશ. હું અજીત પવારની સાથે નથી. NCP કોની તે જનતા નક્કી કરશે. કેટલાક ધારાસભ્યોએ મને ફોન કર્યો હતો. ધારાસભ્યોએ કહ્યું કે બળજબરીથી સહી લેવામાં આવી છે.  બળવાખોર ધારાસભ્યો પરત ફરશે. જે સભ્યોએ શપથ લીધા તેમના ઉપરના ભ્રષ્ટાચારના આરોપ ખતમ થઈ ગયા છે.  બળવાખોર નેતા સામે કાર્યવાહી કરવા બેઠક કરીશું. 

  • NCPમાં ખટરાગની શરૂઆત નવેમ્બર 2019થી થઈ હતી
  • મુખ્યમંત્રી બનવાના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું
  • અજીત પવારે ભાજપને સમર્થન આપ્યું અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની
  • આ બળવો લાંબો ન ચાલ્યો અને પાંચ જ દિવસમાં અજીત પવારની ઘરવાપસી થઈ

NCPમાં તિરાડ કેવી રીતે પડી?
NCPમાં ખટરાગની શરૂઆત નવેમ્બર 2019થી થઈ હતી. મુખ્યમંત્રી બનવાના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું. અજીત પવારે ભાજપને સમર્થન આપ્યું અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની. આ બળવો લાંબો ન ચાલ્યો અને પાંચ જ દિવસમાં અજીત પવારની ઘરવાપસી થઈ. મહારાષ્ટ્રમાં આ સાથે જ શિવસેના, કોંગ્રેસ, NCPની સરકાર બની હતી. જેમાં  MVAમાં અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. શિવસેનાના બે ભાગ થયા અને મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બની છે.  જાણકારો માને છે કે અજીત પવારનું જૂથ ભાજપ સાથે રહીને સક્રિય રહેવા માંગે છે. બીજી તરફ શરદ પવાર ભાજપ સાથે રહેવા માંગતા નથી.

કાર્યકારી અધ્યક્ષ તરીકે સુપ્રિયા સૂલે અને પ્રફુલ્લ પટેલના નામની જાહેરાત થઈ

2 મે 2023ના રોજ શરદ પવારે પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામાનું એલાન કર્યું. રાજકીય ગરમાગરમી અને સમજાવટ બાદ શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું.  પક્ષના 25માં સ્થાપના દિવસે શરદ પવારે બે કાર્યકારી અધ્યક્ષના નામ જાહેર કર્યા. કાર્યકારી અધ્યક્ષ તરીકે સુપ્રિયા સૂલે અને પ્રફુલ્લ પટેલના નામની જાહેરાત થઈ હતી.  અજીત પવાર આ ઘટનાક્રમથી પણ નારાજ હતા. શરદ પવારે એવું કારણ આપ્યું કે અજીત પવાર વિપક્ષના નેતા છે અને વ્યસ્ત છે. અજીત પવારે પોતાના સમર્થક ધારાસભ્યોની બેઠક બોલાવી. અજીત પવાર સમર્થકો સાથે રાજભવન પહોંચ્યા. રાજભવન પહોંચીને અજીત પવારે શિંદે સરકારને સમર્થનનું એલાન કર્યું. 

  • લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત
  • 2024ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને થઈ શકે ફાયદો
  • NCP અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ નવા સમીકરણ વિચારવા પડશે

આ ઉલટફેરની આડઅસર શું થઈ શકે?
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત છે.  2024ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને થઈ શકે ફાયદો થશે. NCP અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ નવા સમીકરણ વિચારવા પડશે. NCPને ફરી બેઠી કરવાનો સુપ્રિયા સૂલે સામે પડકાર છે.  મહારાષ્ટ્રમાં ભાજપને એકનાથ શિંદેનો વિકલ્પ મળ્યો છે. અજીત પવારને આગળ ધરીને એકનાથ શિંદેની વધતી મહત્વાકાંક્ષા રોકી શકાય. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક જે ભાજપ માટે અગત્યની. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપનું કદ વધે તેના પક્ષને અનેક ફાયદા છે.  મહારાષ્ટ્રમાં મજબૂત વિપક્ષ ન રહે તો સરવાળે ભાજપની જીત આસાન છે. રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પણ અજીત પવાર ભાજપને ફાયદો કરાવી શકે. અજીત પવારની સ્થાનિક સ્તરે સારી પકડ છે. અજીત પવાર અને ભાજપનું જોડાણ વિપક્ષ માટે મુશ્કેલી બની શકે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Mahamanthan Maharastra NCP Sharad Pawar Vtv Exclusive એકનાથ શિંદે એનસીપી મહારાષ્ટ્ર શરદ પવાર Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ