અમરનાથ એક્સપ્રેસ લગભગ 3 કિલોમીટર સુધી ખોટા રુટ પર ચાલી હતી.
બિહારના બેગુસરાય જિલ્લાના બછવાડાનો એક અનોખો કિસ્સો
રુટ ડાયવર્ટ થતાં જોઈને તુરંત ટ્રેનને રોકી દેવામાં આવી
અમરનાથ એક્સપ્રેસ લગભગ 3 કિલોમીટર સુધી ખોટા રુટ પર ચાલી
બિહાર ઉતર ભારતનું એક પ્રમુખ રાજ્ય છે પણ બિહારમાં લોકો વારંવાર એવા કારનામા કરે છે કે તેને કારણે તેઓ ચર્ચાનો વિષય બને છે. એવું કહેવામાં આવે છે કે બિહારના લોકો દેશ અને દુનિયાને રસ્તો બતાવે છે પણ બિહારની એક ટ્રેન રસ્તો ભટકી ગઈ. ટ્રેનને કોઈ બીજા રુટ પર જવાનું હતું અને કોઈ બીજા જ રુટ ઉપર ચાલવા લાગી હતી.
વાત બિહારના બેગુસરાય જિલ્લાના બછવાડાની છે. ત્યાં એવું કઇંક થયું કે જો ટ્રેનનો ડ્રાઈવર ધ્યાન ન આપત તો યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઇ જાત. ગુહવાટીથી જમ્મુતવી વચ્ચે ચાલતી અમરનાથ એક્સપ્રેસ ટ્રેનને બછવાડા જંકશન પછી સમસ્તી રુટ પર જવું હતું પણ એ ટ્રેન હાજીપુર રુટ પર ચાલવા લાગી હતી. અમરનાથ એક્સપ્રેસ લગભગ 3 કિલોમીટર સુધી ખોટા રુટ પર ચાલી હતી.
જો કે ટ્રેન ચાલકે રુટ ડાયવર્ટ થતાં જોઈને તુરંત ટ્રેનને રોકી દીધી હતી. એ પછી ચાલકને ખબર પડી હતી કે ટ્રેન ખોટા રુટ પર ચાલી ગઈ હતી. આ કિસ્સો ગુરુવારે સવારે 5 વાગ્યાની આસપાસ બન્યો હતો. જો કે એ પછી ટ્રેનને રોકવામાં આવી હતી અને બછવાડા જંકશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો એ પછી ટ્રેનને સાચા રુટ પર ફરી લાવવા માટે લોકો કામે વળગ્યાં હતા.
ભારે મહેનત અને લગભગ એક કલાકના સમય પછી ટ્રેનને સાચા ટ્રેક પર લાવવામાં આવી હતી અને 6.15એ ટ્રેન ફરી તેના સાચા રસ્તે સમસ્તીપૂર જવા માટે રવાના થઈ હતી. ટ્રેન ચાલકની ભૂલ અને સમજદારી બંનેથી ઘણા યાત્રીઓનો જીવ બચી ગયો હતો.