બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists flocked to Saputara as the road was opened

રમણીય / સાપુતારામાં ખીલ્યો કુદરતી સૌંદર્યનો ખજાનો ! અકસ્માત બાદ રસ્તો ખુલ્લો મુકાતા પ્રવાસીઓ ઉમટ્યા,જુઓ VIDEO

Khyati

Last Updated: 12:07 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપુતારા નજીક ખાનગી બસનો અકસ્માત થયા બાદ રોડ રસ્તા બ્લોક થયા હતા. પરંતુ તંત્ર દ્વારા રસ્તો ખૂલ્લો મુકાતા પ્રવાસીઓ પહોંચ્યા સાપુતારા

  • સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો
  • માર્ગો ખૂલતા પ્રવાસીઓ ઉમટ્યા
  • કુદરતના સાંનિધ્યમાં આવ્યાનો અનેરો અહેસાસ 

ગુજરાતમાં વરસાદી માહોલ જામતા નાના મોટા ધોધ સક્રિય થતા અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદ પણ એવો ધોધમાર વરસ્યો કે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી તથા ભૂ સ્ખલનની ઘટના જોવા મળી હતી.  તો બીજી તરફ નદીઓમાં જળસ્તર વધતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે આવો રમણીય નજારો જોવા પ્રવાસીઓએ પ્લાન મૂલતવી રાખવાની ફરજ પડી હતી.  તેમાનું એક સ્થળ એટલે સાપુતારા. પરંતુ હવે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. 


 
સાપુતારામાં બ્લોક રસ્તા ખૂલી ગયા, ઉમટ્યા પ્રવાસીઓ 

જી , હા ભારે વરસાદી માહોલને કારણે હિલ સ્ટેશન સાપુતારામાં જવાનો રસ્તો બ્લોક થયો હતો. પરંતુ હવે તંત્રએ આ રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષો અને ભૂસ્ખલનનો કાટમાળ હટાવી લીધો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાના પ્રવાસે આવ્યા છે. ડાંગ એક માત્ર એવુ હિલસ્ટેશન છે જ્યાં ચોમાસામાં જાણે સ્વર્ગમાં આવ્યા હોઇએ તેવો અહેસાસ થયા. કુદરતના ખોળે આવ્યા હોઇએ તેવી લાગણી જન્મે. ત્યારે પ્રવાસીઓ પણ દૂર દૂરથી આ અદભૂત નજારાને માણવા આવી રહ્યા છે. 

મુંબઇથી વૉટર ફોલ જોવા આવ્યા- પ્રવાસીઓ

પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ મુંબઇથી ડાંગ ખાસ આ કુદરતી નજારો જોવા આવ્યા છે. વોટરફોલ અને કુદરતી સૌંદર્યને માણવા માટે અહીં આવ્યા છીએ. અમે એક મહિનાથી પ્લાન કરી રહ્યા હતા ડાંગમાં આવવાનો. પરંતુ વરસાદને કારણે શક્ય ન બન્યુ. હજી ગઇ કાલથી જ રસ્તો ખૂલ્યો હોવાથી આજે આ નજારો જોઇ શક્યા. મહત્વનું છે કે છ-સાત દિવસ પહેલા  સાપુતારા નજીક સુરતની ખાનગી બસ ખીણમાં પડી હતી. આ બસમાં 50થી વધુ મહિલાઓ સવાર હતી. તો આ બસ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. 

પ્રકૃતિને માણવા માટેનું બેસ્ટ પ્લેસ

ગુજરાતના એવા ઘણા સ્થળો છે જ્યાં તમને કુદરતી નજારો નજીકથી માણવાનો લ્હાવો મળે. એવા સ્થળોમાનું એક એવુ ડાંગ. ડાંગ ભલે આર્થિક રીતે પછાત  રહ્યુ પરંતુ કુદરતે ડાંગને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે.  ત્યારે ચોમાસુ શરૂ થતા ડાંગની રોનક જ કંઇક જુદી જોવા મળે છે. ડાંગમાં એવા ઘણા સ્થળો છે જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય. ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. ડાંગમાં વરસાદી મોસમ શરૂ થતા જ કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ જીવતં થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો . તો આ તરફ સાપુતારામાં પણ ચોમેર લીલોતરીના દર્શન થતા પ્રવાસીઓ ખુશખુશાલ જણાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ