બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / top five batsmen scored 50 plus runs, fourth time in Indian Test cricket history

સ્પોર્ટસ / ધર્મશાલામાં રોહિત સેનાના ધુરંધરોનો કમાલ, ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં બનાવ્યો ચોથી વખત આ રેકોર્ડ

Vishal Dave

Last Updated: 05:28 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હકીકતમાં, ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર ચોથી વખત બન્યું છે, જ્યારે ભારતના ટોપ-5 બેટ્સમેનોએ એક ઈનિંગમાં 50+ રન બનાવ્યા હોય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ઈંગ્લિશ બોલરોની ધોલાઇ કરી  હતી. ઈંગ્લેન્ડને 218 રનમાં આઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ટોપ 5 બેટ્સમેનોએ પ્રથમ દાવમાં 50+ રન બનાવ્યા હતા. આ સાથે એક અદભૂત રેકોર્ડ પણ બન્યો, જે ભારતના ટેસ્ટ ઈતિહાસમાં માત્ર ચોથી વખત બન્યો છે.

હકીકતમાં, ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર ચોથી વખત બન્યું છે, જ્યારે ભારતના ટોપ-5 બેટ્સમેનોએ એક ઈનિંગમાં 50+ રન બનાવ્યા હોય. ધર્મશાલા ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી અને 57 રનની ઇનિંગ રમી હતી. આ પછી રોહિત શર્મા અને શુભમન ગિલે બીજા દિવસના પહેલા સેશનમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિત 103 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન 110 રન બનાવીને આઉટ થયો હતો. ચોથા અને પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા સરફરાઝ ખાન અને દેવદત્ત પડિકલે પણ અડધી સદી ફટકારી હતી. સરફરાઝ 56 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે, પદિકલે તેની ડેબ્યૂ મેચ રમીને 65 રન બનાવ્યા હતા.

 

સરફરાજે શાનદાર 56 રન બનાવ્યા હતા 

દેવદતે પણ પોતાની શાનદાર બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા તેણે 65 રન ફટકાર્યા હતા 

પ્રથમ વખત 1998માં આવું બન્યું હતું 

આવું  પ્રથમ વખત 1998માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાતા ટેસ્ટ મેચમાં થયું હતું . આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતના 5 નહીં પરંતુ 6 બેટ્સમેનોએ 50+ રન બનાવ્યા હતા. ઓપનર વીવીએસ લક્ષ્મણ અને નવજોત સિદ્ધુએ 95 અને 97 રન બનાવ્યા હતા. આ પછી રાહુલ દ્રવિડ (86 રન), સચિન તેંડુલકર (79 રન), મોહમ્મદ અઝહરુદ્દીન (અણનમ 163 રન) અને સૌરવ ગાંગુલી (65 રન) એ પણ શાનદાર બેટિંગ કરી અને 50+ સ્કોર બનાવ્યો.

1999માં બીજીવાર આ બન્યું હતું 

મોહાલી (1999)માં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં પણ ભારતના ટોપ-5 બેટ્સમેનોએ એક ઇનિંગમાં 50+ રન બનાવ્યા હતા. આ મેચની ભારતની બીજી ઇનિંગમાં આવું બન્યું હતું. સચિન તેંડુલકર (અણનમ 126 રન) અને રાહુલ દ્રવિડ (144 રન)એ સદી ફટકારી હતી. જ્યારે ઓપનર દેવાંગ ગાંધી (75 રન), સદાગોપ્પન રમેશ (73 રન) અને સૌરવ ગાંગુલી (64 રન) એ 50+ રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ રોહિત શર્મા સહિત અનેક દિગ્ગજોને યશસ્વી જયસ્વાલે પાછળ છોડી દીધા, બન્યો સિક્સર કિંગ


2009માં ત્રીજીવાર ટોપ 5 બેટ્સમેનના 50+

2009માં શ્રીલંકા સામેની મુંબઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતના ટોપ-5 બેટ્સમેનોએ 50+ રન બનાવ્યા હતા. મુરલી વિજય (87 રન), વીરેન્દ્ર સેહવાગ (293 રન), રાહુલ દ્રવિડ (74 રન), સચિન તેંડુલકર (53 રન) અને વીવીએસ લક્ષ્મણે (62 રન) 50+ રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડને 218 રનમાં આઉટ કર્યા બાદ ભારતે ધર્મશાળામાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. રોહિત શર્મા અને શુભમન ગીલની શાનદાર સદી ઉપરાંત ટોપ ઓર્ડરે શાનદાર બેટિંગ કરી અને ભારતની લીડને 200+ રન સુધી પહોંચાડી. જો ઈંગ્લેન્ડ આ મેચમાં પુનરાગમન કરવા ઈચ્છે છે તો તેણે બીજી ઈનિંગમાં મોટો સ્કોર બનાવવો પડશે. જો કે હાલની સ્થિતિને જોતા ભારતની જીતની શક્યતાઓ વધારે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ