બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Yashasvi Jaiswal played the ninth match and scored 1000 runs,IND vs ENG test match

સ્પોર્ટ્સ / રોહિત શર્મા સહિત અનેક દિગ્ગજોને યશસ્વી જયસ્વાલે પાછળ છોડી દીધા, બન્યો સિક્સર કિંગ

Ajit Jadeja

Last Updated: 12:25 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશસ્વી જયસ્વાલ પોતાની કેરિયરની નવમી મેચ રમી રહ્યો છે. 22 વર્ષના આ ખેલાડીએ થોડા સમયમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તેણે 1000 રન બનાવ્યા છે.

IND vs ENG Test Match : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યશસ્વી જયસ્વાલએ પોતાના નાના કેરિયરમાં રનોનો પહાડ સર કર્યો છે. તેણે માત્ર 9 ટેસ્ટમાં 1000 રન બનાવ્યા છે. ડોન બ્રેડમેન પછી સૌથી ઓછી મેચમાં એક હજાર રન બનાવનાર બેસ્ટમેન બની ગયો છે. તે પોતાની આક્રમક બેટિંગ અંદાજથી વિરોધી છાવણીમાં ડર પણ ઉભો કરે છે. 22 વર્ષના બેસ્ટમેનએ માત્ર 9 ટેસ્ટમાં એટલી બધી સિક્સર ફટકારી છે તેટલી સિક્સર વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરુદ્દીન, યુવરાજસિંહ જેવા મહાન ખેલાડી તેમની આખી કારકિર્દીમાં નથી ફટકારી શક્યા.

આ ખેલાડીએ ટૂંકી કારકિર્દીમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી

યશસ્વી જયસ્વાલ તેની ટેસ્ટ કારકિર્દીની નવમી મેચ રમી રહ્યો છે. આ ખેલાડીએ પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. જે કોઇપણ ક્રિકેટરનું સપનું હોય છે.તેણે ટેસ્ટ મેચમાં એક હજાર રન બનાવ્યા છે. તેણે 9મી ટેસ્ટ મેચની 16મી ઇનિંગમાં એક હજાર રન પુરા કર્યા છે. પરંતુ અહી આપણે તેના રન કરતા તેની આક્રમક બેટિંગ શૈલી વિશે વધુ વાત કરીશું.યશસ્વી જયસ્વાલ વિશ્વના એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જે પહેલા બોલથી જ ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં માને છે. આજ કારણ છે કે આ ખેલાડીએ પ્રથમ 9 ટેસ્ટમાં 29 સિક્સર ફટકારી હતી. આ પણ તેણે દરેક મેચમાં ફટકારેલી સિક્સરની સરેરાશ છે.

 

વિરાટ કોહલી અને ગાવસ્કરે ટેસ્ટ કારકિર્દીમાં 26-26 સિક્સર ફટકારી

સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી, સુનીલ ગાવસ્કર, મોહમ્મદ અઝહરુદ્દીન, યુવરાજસિંહ, સાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, રવિ શાસ્ત્રી, ગૌતમ ગંભીર, કેએલ રાહુલ, શિખર ધવન જેવા મહાન ખેલાડીઓ તેમની આખી ટેસ્ટ કારકિર્દીમાં એટલી સિક્સર ફટકારી શક્યા નથી. રેકોર્ડ પર જોઇએ તો વિરાટ કોહલી અને ગાવસ્કરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 26-26 સિક્સર ફટકારી છે. કેએલ  રાહુલે 24, યુવરાજે 22, રવિ શાસ્ત્રીએ 22, દ્રવિડે 21 અને અહરુદીને 19 છગ્ગા ફટકાર્યા છે. આક્રમક બેટિંગ માટે જાણીતી ટેસ્ટ મેચોમાં શિખર ધવને 12 છગ્ગા અને ગૌતમ ગંભીરે 10 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે વીવીવી લક્ષ્મણે તેની સમગ્ર ટેસ્ટ કારકીર્દીમાં માત્ર 5 છગ્ગા ફટકાર્યા છે.

વધુ વાંચો: IND vs ENG સિરીઝમાં રોહિત-ગિલે ફટકારી બીજી સદી, અંગ્રેજોને આંખે પાણી લાવી દીધું, જુઓ સ્કોર

વીરેન્દ્ર સહેવાગ યાદીમાં છઠ્ઠા ક્રમે

ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ઇગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. આ ખેલાડીએ અત્યાર સુધી 128 સિક્સર ફટકારી છે. જ્યારે વીરેન્દ્ર સહેવાગ સૌથી વધુ સિક્સર ફટકારનાર બેસ્ટમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમ પર છે. તેણે 104 ટેસ્ટમાં 91 સિક્સર ફટકારી છે.ભારતીય ટીમની વાત કરીએ તો 92 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમે છે. અત્યાર સુધી 314 ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે. 14 ક્રિકેટરોએ 100થી વધુ ટેસ્ટ મેચ  રમી છે.  પરંતુ આમાંથી માત્ર 12 ખેલાડીઓએ યશસ્વી કરતા વધુ સિક્સર ફટકારી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ